Connect with us

Gujarat

દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાનાં હંગામી સંગ્રહ/ વેચાણના લાયસન્સ કેવી રીતે લેવુ

Published

on

How to take license for temporary storage/sale of firecrackers during Diwali festival

હાલોલ,ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકાના અરજદારો ૧૯ ઓકટોબર ૨૦૨૩ સુધી ફોર્મ રજૂ કરી શકશે

નવેમ્બર-૨૦૨૩માં આવતા દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાના હંગામી સંગ્રહ,વેચાણનો પરવાનો મેળવવા માંગતા હાલોલ,ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકાના અરજદારો સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી હાલોલ કચેરી ખાતે આગામી તા.૧૯/૧૦/૨૦૨૩ સુધીમાં નિયત નમુનાના અરજી ફોર્મ (એ.ઈ.-૫) જરૂરી વિગતો ભરી કચેરી ખાતે ત્રણ નકલોમાં ૨જુ ક૨વાના ૨હેશે. ફોર્મમાં સંપુર્ણ વિગતો તથા અરજી ફોર્મ ઉપર રૂા.૩/–ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી નીચે મુજબના આધાર પુરાવા સામેલ રાખવાના રહેશે.

Advertisement

૧. “૦૦૭૦-૬૦–૧૦૩–૦૦” બીજી વહીવટી સેવાઓ (O.A.S.) સદરે રૂા.૩૦૦/– દારૂખાનું રાખવાનો પરવાનો મંજુર કરવાની અરજીની તપાસણી માટે તેમજ રૂા.૬૦૦/– પરવાના ફી એમ કુલ મળી રૂા.૯૦૦|- જમા કરાવી તેનું અસલ ચલણ સામેલ રાખવાનું રહેશે.

૨.સુચિત સ્થળનો એપ્રુવ નકશો જેમાં સદર સ્થળની ૧૫ મીટરની ત્રિજયામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર, શાળા, કોલેજો, હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પદાર્થોનું ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેની તમામ વિગતો આવરી લેવાની રહેશે.

Advertisement

૩. પોતાની ઓળખ અંગેના સ્વપ્રમાણિત કરેલ પાસપોર્ટ સાઈઝના ૦૨(બે) ફોટા તથા આઈ.ડી.પ્રુફ જેમ કે આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ જોડાવાના રહેશે.

How to take license for temporary storage/sale of firecrackers during Diwali festival

૪. માંગણીવાળી જગ્યાની માલિકી અંગેના પુરાવા / અગર સ્થળ ભાડાનું હોય તો ભાડા—પાવતી તેમજ માલિક દ્વારા સદ૨ જગ્યાએ હંગામી ફટાકડા વેચાણ—સંગ્રહ કરવા અંગેની સંમતિ દર્શાવતુ એફિડેવિટ.

Advertisement

૫. નગરપાલિકા/ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ ” ના વાંધા પ્રમાણપત્ર ” (એન.ઓ.સી.)

૬. ફાયર સેફટીની વ્યવસ્થા અંગેનું પ્રમાણપત્ર.

Advertisement

૭. સ્થાનિક સંસ્થા પાસે કોઈપણ પ્રકારની સરકારી વસુલાત બાકીમાં ન હોવા બાબતનું પ્રમાણપત્ર.

૮.ગત વર્ષે હંગામી ફટાકડા વેચાણ—સંગ્રહ અંગેનો પરવાનો મેળવેલ હોય તો તેની સ્વપ્રમાણિત કરેલ નકલ જોડવાની રહેશે આ સાથે તા.૧૯/૧૦/૨૦૨૩ બાદ મળેલ અરજીઓ તથા અધૂરી વિગતોવાળી અરજીઓ ઘ્યાને લેવામાં આવશે નહીં જેની નોંધ લેવા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ,હાલોલએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement
error: Content is protected !!