Uncategorized

હુસેની ખીદમત કમિટી સાવલી દ્વારા સમૂહ લગ્ન તથા તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ

Published

on

(અવધ એક્સપ્રેસ,સાવલી)

સાવલી તાલુકાના ગોઠડા ખાતે આવેલ મદ્રસએ જામિયા મદારૂલ ઉલુમમાં હુસેની ખીદમતે ખલ્ક કમિટી સાવલી દ્વારા બીજો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હુસેની ખીદમતે ખલ્ક સાવલી દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 11 જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ ઇસ્લામ ધર્મના આદેશ  પ્રમાણે સાદગી થી લગ્ન કરી લગ્નજીવન માં  પ્રવેશ કર્યો હતો

Advertisement

આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં ગરીબી મોટી સમસ્યા છે ત્યારે આવા ગરીબ પરિવારોમાં દીકરા દીકરીઓના લગ્ન જેવા સામાજિક પ્રસંગો આર્થિક દ્રષ્ટિ એ ભારે મુશ્કેલી ભર્યા હોય છે દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે નાણાં થી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી અસહ્ય મોંઘવારીમાં ગરીબ પરિવાર માટે લગ્ન એ ભારે વિષમ સ્થિતિ નું નિર્માણ થાય છે અને સમૂહ લગ્ન આશીર્વાદ રૂપ સાબિત થાય છે જેમાં ખીદમતેખલ્ક કમિટી સાવલી દ્વારા સંસાર માંડવા માટે ઘર વખરીનો સામાન સખી દાતાઓ તરફથી પૂરી પાડવામાં આવી હતી જેમાં  ગરીબ પરિવારો ના લગ્ન કે આકસ્મિક ખર્ચ  માટે મદદ નું માધ્યમ બને છે આ સમૂહ લગ્નમાં લગ્ન સાદગી થી થાય અને કુરિવાજો દૂર થાય અને નેસ્ત નાબૂદ થાય તે હેતુસર  સમૂહ લગ્નનું  આયોજન કરવામાં આવ્યું હતું

આ સમુહ લગ્નમાં મુખ્ય મહેમાન,,, અને ગામના આગેવાનો અને ગામની મસ્જિદના આલીમો તેમજ ડોક્ટરો એન્જિનિયર અને વકીલોએ હાજરી આપી હતી અને નવયુગલોને  આશીર્વાદ અને દુઆ ઓ આપી હતી આ પ્રસંગે ગુજરાત બાર કાઉન્સિલ ના મેમ્બર અને ગુજરાત વકફ કમિટી ના મેમ્બર રણજીત સિંહ રાઠોડ  એડવોકેટ સોહિલ તીરમીઝી હયાત ખાન બલોચ પ્રમુખ મકરાણી બલોચ સમાજ જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલ  ડો પ્યારે સાહેબ રાઠોડ હર્ષ પટેલ સાવલી પાલિકા પ્રમુખ સહિત ના અગ્રણી ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version