Politics
હું ભાજપ તરફ ઓશીકું કરવા પણ નથી માગતી :ગેનીબહેન ઠાકોર

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નો ખુલાસો ભાજપમાં જોડાવા ની અટકળો ચાલી હતી.
સુઈગામ ના નડાબેટ ખાતે કાર્યક્રમ મા વાવ ધારા સભ્ય ગેનીબેન ઠાકોરે વર્તમાન સરકાર ના ભરપેટ વખાણ કર્યા હતા ભાજપ સરકાર ના વિકાસ ના વખાણ કરતા લોકો માં અનેક અટકળો ચાલી હતી
જોકે વખાણ કરતા લોકો માં વાવ પંથક મા લોકચર્ચા ઓ એ જોર પકડ્યું હતું
વાવ ના કોંગ્રેસ પાર્ટી ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભાજપ માં જોડાવા માગે છે કેમ ભાજપ ના વારંવાર ગુણગાન ગાઈ રહ્યા છે ભરપેટ વખાણ કરી રહ્યા છે
વાવ ધારાસભ્યએ લોકો માં ચાલતી અટકળો નો ભાભર ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ ના કાર્યક્રમ મા ખુલાસો કર્યો હતો કે હું ક્યારેય ભાજપમાં જોડાઈસ નહિ
હું ભાજપ તરફ ઓશીકું કરવા પણ નથી માગતી. ભાજપ માં જોડાવા ની ખાલી અફવાઓ છે જેવો ખુલાસો કર્યો હતો..