Connect with us

Gujarat

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.૧૫મી ઓક્ટોબર સુધી ખુલ્લું મૂકાયું

Published

on

વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન સંયુક્ત ખેતી નિયામક (વિ)વડોદરા વિભાગ હેઠળના બાગાયત ખાતાની યોજનાઓ અંતર્ગત કેળ(ટીસ્યુ), પપૈયા, આંબા,જામફળના પાક અને વધારવનો કાર્યક્રમ ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં સહાય તથા ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય,નેટહાઉસ નળાકાર સ્ટ્રકચર, કમલમ ફળ (ડ્રેગનફ્રુટ) વાવેતરમાં સહાયની  યોજના કોમ્પ્રીહેંસિવ હોર્ટીકલ્ચર ડેવ્લોપમેન્ટના કાર્યક્રમ અને શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન. તેમજ સરગવાની ખેતીમાં સહાય, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય ઇન્ટિગ્રેટેડ કોલ્ડ ચેન મેનેજમેન્ટ, મધમાખી સમુહ(કોલોની) તથા મધમાખી હાઇવ, હની એક્ટ્રેક્ટર(૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર(૩૦ કિ.ગ્રા.) ,નેટ મધમાખી ઉછેરના સાધનો માટે મિશન મધમાખી કાર્યક્રમ અને બીજા અન્ય ઘટકોમાં સહાય મેળવવા માટે તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ સુધી આઈ-ખેડુત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવેલ છે.

મધ્ય ગુજરાતના ખેડુતો બાગાયત ખાતાની સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોય. તેઓ ઉપરોક્ત જણાવેલ સમયગાળા દરમ્યાન ગામના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા ખાનગી ઇંટરનેટ સોર્સ મારફત પોતાના ૮-અ, ૭ અને ૧૨ નકલ, આધારકાર્ડ તથા ચાલુ બેંક ખાતાની વિગત તેમજ જાતિના દાખલા (અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ ખેડુતો માટે) સાથે લઈ જઈને લાભ લેવા માંગતા ઘટક હેઠળ સમયસર અરજી કરવી તથા અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનીક કાગળો અરજી કર્યા બાદ દીન – ૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, રાવપુરા પોલીસ સ્ટેશન પાછળ, વડોદરા (ફોન.નં. ૦૨૬૫-૨૪૨૯૧૫૩) એ રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવાનું રહેશે. તેમ સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં જણાવ્યું છે.

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!