Gandhinagar
બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ મેળવવા માટે આઈ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકાયું
વડોદરા જિલ્લામાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે “GROW MORE FRUIT CROPS” અભિયાન અંતર્ગત ખેડૂતો વધુમાં વધુ ફળપાકોનું વાવેતર કરે તે આશયથી પપૈયા, ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, ટીસ્યુકલ્ચર ખારેક, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં સહાય, કોમ્પ્રિહન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવા, કમલમ ફળના વાવેતર માટે સહાય, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, સરગવાની ખેતીમાં સહાય જેવી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ તા.૧૫/૦૮/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
વડોદરા જિલ્લાના ખેડૂતો બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી, અરજી કર્યા બાદ અરજીની પ્રીંટ લઇ જરૂરી સાધનિક કાગળો સહ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રાવપુરા પોલીસ સ્ટેશનની પાછળ, કોઠી કચરી કંપાઉન્ડ, રાવપુરા, વડોદરા ખાતે સમય મર્યાદામાં મોકલી આપવા ખેડુતોને અનુરોધ કરવામાં આવે છે.