Vadodara
આઈ.સી.ડી.એસ. વિભાગ ડેસર દ્ધારા સ્તનપાન સપ્તાહ અને મહિલા નેતૃત્વ દિનની ઉજવણી યોજાયેલ”

સ્તનપાન સપ્તાહ અને મહિલા નેતૃત્વ દિન નિમિત્તે આજરોજ તા. 04/08/2023 ના રોજ આઇ.સી.ડી.એસ દ્ધારા ડેસર ગામે ડેસર બજાર આંગણવાડી કેન્દ્વ ખાતે ઉજવણી કરવામાં આવેલ જેમા જિલ્લા પંચાયત સદસ્ય મનિષાબેન પરમાર, તાલુકા વિકાસ અધિકારી તેજસભાઈ પટેલ,ડેસર તાલુકા પંચાયત સદસ્ય તેજલબેન પટેલ, ડેસર મુખ્ય સેવિકા કુ. દેવાંગીબેન ગૌસ્વામી, ડેસર ગામના આંગણવાડી કાર્યકર તેડાગર, લાભાર્થી સગર્ભા અને ધાત્રી માતાઓ , તેમજ વિવિધ ક્ષેત્રમાં નેતૃત્વ ધરાવતી મહિલાઓ હાજર રહેલ.

સ્તનપાન સપ્તાહ ની ઉજવણી શા માટે? અને સ્તનપાનના મહત્વ વિષે મુખ્ય સેવિકા કુ.દેવાંગીબેન ગૌસ્વામી દ્ધારા વિસ્તૃત સમજ આપવામા આવેલ, તાલુકા વિકાસ અધિકારી તેજસભાઈ પટેલ દ્વારા મહિલાઓના વિવિધ ક્ષેત્ર માં નેતૃત્વ અને શિક્ષણ બાબતે લાભાર્થીઓને સમજ આપવામાં આવેલ.

ત્યારબાદ વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ ધરાવતા ડેસર ગામના મહિલાઓનું સન્માન કરવામાં આવેલ. ત્યારબાદ બજાર આંગણવાડી કેન્દ્રના કાર્યકર ભૂમિકાબેન દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ નો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો