Connect with us

Vadodara

આઈ.સી.ડી.એસ. વિભાગ ડેસર દ્ધારા પોષણ પખવાડીયા ની ઉજવણી

Published

on

ICDS Celebration of Nutrition Fortnight by Department Deser

પોષણ પખવાડીયાની ઉજવણીના ભાગરુપે આઇ.સી.ડી.એસ દ્ધારા ડેસર ગામે ડેસર – ૨ આંગણવાડી કેન્દ્વ ખાતે કિશોરીઓ દ્વારા પોષણ પખવાડા પ્રચાર પ્રસાર માટે સાયકલ રેલી કાઢી ઉજવણી કરવામા આવેલ ત્યાર બાદ ડેસર ૨ કેન્દ્વમા કિશોરી પોષણ મિટિંગ કરેલ જેમા ડેસર તાલુકા પંચાયત સદસ્ય તેજલબેન પટેલ, ડેસર મુખ્ય સેવિકા કુ. દેવાંગીબેન ગૌસ્વામી, ડેસર ૨ આંગણવાડી કાર્યકર તેડાગર, લાભાર્થી કિશોરીઓ, તેમજ આંગણવાડીના બાળકો હાજર રહેલ.

ICDS Celebration of Nutrition Fortnight by Department Deser

પોષણ પખવાડીયાની ઉજવણીમા ટિ.એચ.આર સાથે મિલેટના ફાયદા વિષે મુખ્ય સેવિકા કુ.દેવાંગીબેન ગૌસ્વામી દ્ધારા વિસ્તૃત સમજ આપવામા આવેલ. આંગણવાડીમાથી મળતા ટી.એચ.આર નો ઉપયોગ કરવા તાલુકા પંચાયત સદસ્ય તેજલબેન પટેલ દ્ધારા સમજ આપવામા આવેલ. બાદટી.એચ.આર અને મિલેટમાથી બનતી વિવિધ વાનગીઓની રિત કાર્યકર તેજલબેન રાણા દ્વારા કિશોરીઓને શિખવવામા આવેલ બાદ કાર્યક્રમ મા હાજર રહેલ તમામનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ સમાપ્ત કરવામા આવેલ.

Advertisement
error: Content is protected !!