Vadodara
આઈ.સી.ડી.એસ. વિભાગ ડેસર દ્ધારા અન્નવિતરણ અને પુર્ણા દિવસની ઉજવણી કરાઈ

માસના ચાર મંગળદિનની ઉજવણીના ભાગરુપે આઇ.સી.ડી.એસ દ્ધારા ડિસેમ્બરમાસના ચોથા મંગળવારે ઇંટવાડ આંગણવાડી કેન્દ્વ ખાતે અન્નવિતરણ અને પુર્ણાદિવસની ઉજવણી કરવામા આવેલ જેમા ડેસર તાલુકા વિકાસ અધિકારી તેજસભાઇ પટેલ , ઇંટવાડ ગામના સરપંચ, ડેસર મુખ્ય સેવિકા દેવાંગીબેન ગૌસ્વામી, ઇંટવાડ આંગણવાડી કાર્યકર તેડાગર, એફએચડબલ્યુ, આશાવર્કર, લાભાર્થી કિશોરીઓ,મહિલાઓ, ગ્રામજનો તેમજ આંગણવાડીના બાળકો હાજર રહેલ. આઇ.સી.ડી.એસ. વિભાગ તરફથી કિશોરીઓને આંગણવાડીમાથી મળતી વિવિધ સેવા અને લાભ વિશે તેમજ મંગળદિન ની ઉજવણી શા માટે અને તેનુ મહત્વ શુ તે વિશે સુપરવાઇઝર દેવાંગી બહેન દ્ધારા વિસ્તૃત સમજ આપવામા આવેલ.
આંગણવાડીમાથી મળતા ટી.એચ.આર નો ઉપયોગ કરવા અને તેના મહત્વ વિશે ટિડિઓશ્રી તેજસભાઇ પટેલ દ્ધારા સમજ આપવામા આવેલ. તેમજ આરોગ્ય વિભાગમાથી આવેલ એફએચડબલ્યુ ટ્વિંકલબેન દ્વારા કિશોરીઓને આરોગ્ય શિક્ષણ આપવામા આવેલ. પુર્ણા દિવસે કિશોરીઓ વચ્ચે સંગીત ખુરશી હરિફાઇ આયોજન કરેલ જેમા વિજેતા ૧ થી ૩ કિશોરીઓને ઇંટવાડ ગામના સરપંચશ્રી દ્ધારા ઇનામ વિતરણ કરવામા આવેલ. મંગળદિન ઉજવણીમા ઉપસ્થિત રહેવા બદલ તમામ લાભાર્થીઓ અને મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પુર્ણ કરવામા આવેલ.