Connect with us

Gujarat

ખબરદાર સરકારી કચેરીઓમાં અરજદારોને ગેરમાર્ગે દોરતા ઇસમોએ પ્રવેશ કર્યો તો

Published

on

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે વડોદરા શહેર પોલીસ કમિશનરે હુકમ બહાર પાડ્યો છે. શહેરના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં જેવી કે જિલ્લા કલેકટર કચેરી (કોઠી), બહુમાળી બિલ્ડીંગ (કુબેરભવન), જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, મહાનગર સેવા સદન, જનસેવા કેન્દ્ર, નર્મદા ભવન, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે.

 

Advertisement

આવા સ્થળો પર રોજે-રોજ મોટા પ્રમાણમાં નાગરિકો પોતાના કામ માટે આવતા હોય છે તે સિવાયના અનઅધિકૃત ઇસમો કે ઇસમોની ટોળી કચેરીમાં આવતી અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા જેવી પ્રવૃત્તિ કરતા ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામાનો અમલ તા. ૨૩-૦૬-૨૦૨૪ સુધી કરવો. હુકમનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર ઠરશે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!