Surat
રાહુલ ગાંધી હાજીર હો… માનહાનીના કેસમાં આવશે સુરત કોર્ટમાં થશે હાજર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 23 માર્ચના રોજ સુરતમાં હાજરી આપશે. માનહાની કેસમાં કોર્ટમાં હાજર રહેશે. ત્યારે કોંગ્રેસ દ્વારા એરપોર્ટથી કોર્ટ સુધી સ્વાગત કરવામાં આવશે. રાહુલ ગાંધી પર પૂર્ણેશ મોદીએ કરેલી બદનક્ષીની અરજી મામલે કોર્ટના આદેશ બાદ હાજર રહેશે.
રાહુલ ગાંધી વિરુદ્ધ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ બદનક્ષી કેસનો વિવાદ અગાઉ સામે આવ્યો હતો. ત્યારે સુરત જિલ્લા કોર્ટે અગાઉ પૂર્ણેશ મોદીની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે સુરત ટ્રાયલ કોર્ટને માનહાનિના કેસની સુનાવણી ઝડપી કરવા આદેશ કર્યો હતો. બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને જુબાની માટે હાઈકોર્ટમાં બોલાવવા માટે અરજી કરવામાં આવી હતી અને જુબાની માટે હાજર થાય તેવી માંગણી કરવામાં આવી હતી. બદનક્ષીના કેસમાં તેમને અગાઉ સુરતમાં અરજી કરી હતી. ટ્રાયલ કોર્ટે નકારતા પૂર્ણેશ મોદીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
13 એપ્રિલ 2019માં કર્ણાટકના કોલારમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ સભામાં ટીપ્પણી કરી હતી. જેમા તેમણે મોદી અટકવાળા લોકો પર ટીપ્પ્ણી કરી હતી. ત્યારે પૂર્ણેશ મોદીએ આ મામલે બદનક્ષીનો કેસ કર્યો હતો.
- રાહુલ ગાંધીના ભાષણ બાદ બદનક્ષીની ફરીયાદ મામલે રાહુલ ગાંધીના નિવેદનની સીડી પેનડ્રાઈવ થકી આપવામાં આવી તેને પુરાવો ગણવા માટે નિવેદન પણ અગાઉ કર્યું હતું. ત્યારે 23 માર્ચે આ કેસમાં રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપશે.
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 23 માર્ચના રોજ સુરતમાં હાજરી આપશે. માનહાની કેસમાં કોર્ટમાં હાજર રહેશે. ત્યારે કોંગ્રેસ દ્વારા એરપોર્ટથી કોર્ટ સુધી સ્વાગત કરવામાં આવશે. રાહુલ ગાંધી પર પૂર્ણેશ મોદીએ કરેલી બદનક્ષીની અરજી મામલે કોર્ટના આદેશ બાદ હાજર રહેશે.