Astrology
તમારા ઘરમાં પણ આવી ઘટના બને છે તો, જાણો કયાંક પિતૃઓ તો નારાજ નથી ને?
હિન્દુ ધર્મ સહિત અનેક સંસ્કૃતિઓમાં તે માન્યતા છે કે મરણોપરાંત પણ પૂર્વજો કૃપા દ્રષ્ટિ રાખે છે. સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિમાં પિતૃઓનો પણ આશીર્વાદ હોય છે. ધરતી પર મનુષ્યના શુભ-અશુભ કર્મોની અસર પૂર્વજો અને પિતૃઓ પર પડે છે. આપણા સારા કર્મોથી તેઓ પ્રસન્ન થાય છે અને આપણા ખરાબ કર્મોથી તે નારાજ થાય છે. માન્યતા છે કે જ્યારે પૂર્વજ અને પિતૃઓ નારાજ કે ક્રોધિત થાય છે, વ્યક્તિના જીવન અને પરિવારમાં સંકટના વાદળ છવાઇ શકે છે અને પ્રગતિ અટકી જાય છે. પરંતુ તેના માટે પૂર્વજ કેટલાંક સારા સંકેત પણ આપે છે. ચાલો જાણીએ કે તે સંકેત કયા છે.
7 સંકેત જે દર્શાવે છે પૂર્વજોની નારાજગી
પારિવારિક ક્લેશ અને અશાંતિ
જે ઘર, પરિવાર કે કુટુંબમાં અવારનવાર ઝઘડા થતા રહે છે, તેમને સાવચેત થઇ જવું જોઇએ, કારણ કે એવું પૂર્વજોના નારાજ થવાથી પણ થઇ શકે છે.
આર્થિક તંગી
ધનના મામલે જે લોકોના હાથ હંમેશા તંગ રહે છે અને આર્થિક તંગી તેમનો પીછો છોડી નથી રહી, તે પૂર્વજોના નારાજ થઇને અડચણો ઉભી કરવાનો સંકેત હોઇ શકે છે.
ખરાબ સપના અને હેલ્થ પ્રોબ્લેમ
જો કોઇ વ્યક્તિને વારંવાર પોતાના પરિવારના કોઇ મૃત વ્યક્તિનું સપનું આવે અથવા વારંવાર ખરાબ સપના આવે તો તે પણ પૂર્વજો અને પિતૃઓનો એક સંકેત માનવામાં આવે છે. જે પરિવારમાં લોકો વારંવાર બીમાર રહેતા હોય, સ્વાસ્થ્યની સમસ્યાઓ પીછો ન છોડતી હોય કે રોગી જલ્દી રિકવર ન કરી શકતાં હોય તો તે પણ પૂર્વજો-પિતૃઓની નારાજગીની એક નિશાની હોઇ શકે છે.
ભોજનમાંથી વાળ નીકળવા
જો તમારી સાથે અથવા તમારા પરિવારમાં કોઇની સાથે એવું બને કે ભોજનમાંથી વારંવાર વાળ નીકળે, તો તેને અવગણવાની ભૂલ ન કરો. હિન્દુ માન્યતા અનુસાર, તે પૂર્વજોના નારાજ થવાની મહત્ત્વપૂર્ણ નિશાની છે.
નકારાત્મક ઉર્જા કે કોઇ સાથે હોવાનો અહેસાસ
જો તમે ઘરમાં નકારાત્મક ઉર્જા અનુભવતા હોય અથવા તો ઘરમાં કોઇ હોવાનો અહેસાસ થાય છે, તો તે પૂર્વજો દ્વારા મોકલવામાં આવેલા સંકેત હોઇ શકે છે.
કામમાં અડચણ અને અસફળતા
જો તમારા કામ તમારા પૂરા પ્રયાસો બાદ પણ અટકી જાય છે, વારંવાર અડચણો આવી રહી છે અને તમે અસફળ થઇ રહ્યાં છો તો તે પણ પૂર્વજોના નારાજ થવાની એક નિશાની હોઇ શકે છે.
અકારણ ભય કે ચિંતા
જો તમને કે પરિવારના સભ્યોને સતત અકારણ ભય અને ચિંતા અનુભવાતી હોય તો આ એક સંકેત હોઇ શકે છે કે પૂર્વજ કદાચ તમારાથી ખુશ નથી.
પૂર્વજો અને પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાય
જો પૂર્વજો અને પિતૃઓ નારાજ હોય કે અપ્રસન્ન હોય તો તેમને કેટલાક વિશેષ ઉપાયોથી પ્રસન્ન કરીને જીવનમાં પ્રગતિ અને ઉન્નતિના માર્ગ પર આગળ વધી શકાય છે.
તમારા નારાજ પિતૃઓ અને પૂર્વજોને શાંત કરવા માટે ષોડશ પિંડનું દાન કરીને બ્રાહ્મણને ગાયનું દાન કરો.
પિતૃઓના નામે કૂવો, તળાવ વગેરે બનાવો, મંદિર પરિસરમાં પીપળ અને વડના વૃક્ષો વાવો.
પૂર્વજો અને પિતૃઓના ક્રોધને કારણે આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે હરિવંશ પુરાણનો પાઠ કરો.
અમાવસ્યાના દિવસે તાંબાના વાસણમાં જળ લઈ તેમાં રોલી મૂકી સૂર્યને અર્પણ કરો. અર્ઘ્ય અર્પણ કરતી વખતે 21 વાર ‘ઓમ ઘૃણિ સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ કરો.