Fashion
કપડા પર ચ્યુઇંગમ ચોંટી ગઇ છે તો ના લો કોઇ વાતનું ટેન્શન, આ ટ્રિક્સથી મિનિટોમાં નિકળી જશે
ચ્યુઇંગમ અનેક લોકોને ગમતી હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે ચ્યુઇંગમ ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. ચ્યુઇંગમ ખાવાથી દાંતને પણ કસરત મળે છે. ઘણાં લોકોને ચ્યુઇંગમ ચાવવાનો શોખ હોય છે. ઘણાં લોકો કુલ દેખાવા માટે પણ ચ્યુઇંગમ ખાવાનું પસંદ કરતા હોય છે. આજકાલ ચ્યુઇંગમ ખાવી એ એક કોમન ટ્રેન્ડ થઇ ગયો છે. પરંતુ જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ચ્યુઇંગમ ખાતા જ્યારે ભૂલ થાય ત્યારે એ કપડા પર ચોંટી જાય છે અને નવા કપડાં બગડી જતા હોય છે. આ સાથે જ કપડા પર ડાઘા પડી જતા હોય છે. આમ, જો તમે આ ટિપ્સ ફોલો કરીને ચ્યુઇંગમ કાઢશો તો એ સરળતાથી નિકળી જશે.
ગરમ પાણી
કપડા પર ચ્યુઇંગમ ચોંટી જાય ત્યારે ખાસ કરીને ગરમ પાણીનો ઉપયોગ કરો. આ માટે તમે એક ડોલમાં ગરમ પાણી લો અને એમાં આ કપડું પલાળી દો. ત્યારબાદ ટૂથબ્રશ કે ચપ્પાની મદદથી આ ચ્યુઇંગમ દૂર કરો. જ તમે આ રીતે ગરમ પાણીનો ઉપયોગ કરશો તો ચ્યુઇંગમ ઝડપથી નિકળી જશે અને તમારા કપડા પણ નહીં બગડે.
ઇસ્ત્રીની હેલ્પ લો
આયરન એટલે કે ઇસ્ત્રીની મદદથી મદદથી પણ તમે ચ્યુઇંગમને સરળતાથી કાઢી શકો છો. આ માટે જે કપડા પર ચ્યુઇંગમ ચોંટી ગઇ છે એની પર તમે ઇસ્ત્રી ફેરવો. ગરમ પ્રેસ કરવાથી ચ્યુઇંગમ ઝડપથી નિકળી જશે અને તમારા કપડા પર ડાઘ પણ નહીં પડે.
નેલ રિમૂવર યુઝ કરો
કપડા પર લાગેલી ચ્યુઇંગમને દૂર કરવા માટે તમે નેલ રિમૂવરનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે નેલ રિમૂવર લો અથવા તો હેર સ્પ્રે લો. આ બન્ને વસ્તુમાં આલ્કોહોલ અને પોલિમર હોય છે જે ચ્યુઇંગમને ઉખાડવા માટે મદદ કરે છે. આ તમારા માટે એક બેસ્ટ અને સરળ ઓપ્શન છે. આ સ્પ્રે અને રિમૂવર નાખ્યા પછી તમે ટૂથબ્રશ તેમજ બ્રશની મદદથી રબ કરી લો.
ખાસ ધ્યાન એ રાખો કે જ્યારે પણ તમે ચ્યુઇંગમ નિકાળો ત્યારે ખાસ કરીને બહુ વજન આપીને રબ કરવાનું નથી. જો તમે ભારે હાથે બ્રશ ઘસશો તો કપડું ફાટવાના ચાન્સિસ વધારે રહે છે.