Tech
iPhone વાપરનારનું મોત થાય તો મોબાઈલને Unlock કેવી રીતે કરવો? શું છે કાયદાકીય રીત, નિયમો પણ જાણી લો
iPhone વાપરનારનું મોત થાય તો મોબાઈલને Unlock કેવી રીતે કરવો? શું છે કાયદાકીય રીત, નિયમો પણ જાણી લો
ટેકનીટ એટલી એડવાન્સ થઈ ગઈ છે કે ફોનની સિક્યોરિટીને વધારવા માટે કંપનીઓ દરરોજ નવા એડવાન્સમેન્ટ લઈને આવતી હોય છે. પહેલાં ફોનને અનલોક કરવા માટે જ્યાં માત્ર પેટર્ન કે પિનની જરૂર પડતી હતી હવે તે ફેસલોક કે ફિંગરપ્રિન્ટથી પણ અનલોક કરી શકાય છે. આજનાં સમયમાં ફોનમાં તમામ જરૂરી ચીજો અને ડોક્યુમેન્ટ્સ પડ્યાં હોય છે. તેવામાં જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેનો આ લોક ફોન અનલોક કરવું અઘરું થઈ જાય છે.
Iphoneને અનલોક કરવાને લઈને એપલે કર્યો ખુલાસો
એન્ડ્રોઈડ ફોન કરતાં પણ કડક સિક્યોરિટી ટેકનોલોજી ધરાવતાં આઈફોનને અનલોક કરવાને લઈને APPLEએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે જો કોઈનું મૃત્યુ થઈ જાય છે તો તેના આઈફોનને અનલોક કરી શકાય છે. એપલે કહ્યું કે કંપનીની પાસે પર્સનલ ડેટા યૂઝરને સોંપવાનો એક ઉપાય છે જેમાં iOS 15.2, iPadOS 15.2 અને macOS 12.1 કે તેના પર ચાલતા કોઈપણ એપલ ડિવાઈઝમાં યૂઝરની પાસે પોતાના Apple ID માટે Legacy Contact એડ કરવાનો ઑપ્શન હોય છે.
વિશ્વાસુ વ્યક્તિને એડ કરી શકો છો
Apple અનુસાર લિગેસી કોન્ટેક્સ સૌથી સુરક્ષિત ઉપાય છે જે એક વ્યક્તિને તેના નિધન બાદ પોતાના વિશ્વાસુને એપલ એકાઉન્ટનો ડેટાનો એક્સેસ આપે છે. લિગેસી કોન્ટેક્સને એક યૂનીક એક્સેસ Keys મળે છે જેનો ઉપયોગ માત્ર યૂઝરનાં નિધન બાદ જ કરી શકાય છે. જે પરિવારનાં મેંબરને લિગેસી કોન્ટેક્ટનાં રૂપમાં માર્ક કરવામાં આવે છે તે યૂઝર મૃત્યુ પ્રમાણપત્ર અને યૂનીક એક્સેસનો ડોક્યુમેન્ટ દેખાડીને એપલ પાસેથી ડેટાની માંગણી કરી શકે છે.
કેવી રીતે એડ કરવું Legacy Contact?
- પહેલા સેટિંગ્સમાં જાઓ અને પછી તમારા નામ પર ટેપ કરો.
- Sign-In & Security પર ટેપ કરો અને પછી Legacy Contact પર ટેપ કરો.
- હવે Add Legacy Contact પર જાઓ. આ પછી FaceId, TouchId કે ડિવાઈઝ પાસકોડને ઓથેંટિકેટ કરવું.
- જો તમારી પાસે Mac હોય તો…
- એપલ Menuમાં જાઓ અને પછી સિસ્ટમ સેટિંગ્સમાં જઈને Apple ID પર ક્લિક કરો.
- હવે સાઇન-ઇન પર ક્લિક કરો અને Legacy Contact પર ક્લિક કરો.
- છેલ્લે Add Legacy Contact પર ટેપ કરો અને આ પછી તમારે TouchID વડે ઓથેન્ટિકેટ કરો.
- જ્યાં સુધી મૃત્યુ પ્રમાણપત્ર આપવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ ડેટા એક્સેસ કરી શકશે નહીં.