Connect with us

Gujarat

સમયમર્યાદામાં ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈ નહીં થાય તો મિલકત જપ્તી કરાશે

Published

on

સમયમર્યાદામાં ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈ નહીં થાય તો મિલકત જપ્તી કરાશે

વડોદરા જિલ્લામાં સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈ ન કરતાં ૧૨ બાકીદારોને નોટિસ ફટકારી

Advertisement

એક લાખથી વધુ ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી લેવાપાત્ર હોય તેવા પક્ષકારો સામે કાર્યવાહી

વડોદરા  જિલ્લામાં  એક લાખથી વધુ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી લેવાપાત્ર હોય તેવા પક્ષકારોને સ્ટેમ્પ ડયૂટી મૂલ્યાંકન તંત્ર દ્વારા બાકી રકમ વસુલ કરવા જમીન મહેસૂલ કાયદા હેઠળ તથા  અન્ય નોટીસો આપવા છતાં પક્ષકારોએ રકમ ભરવા દરકાર કરેલ નથી.જેથી આવા પક્ષકારોએ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી,નિયત વ્યાજ,સરચાર્જ મળી જે રકમ નક્કી થાય તે રકમ તાત્કાલિક ભરપાઈ કરવા જણાવવામાં આવે છે.અન્યથા જમીન મહેસુલ સંહિતા-૧૮૭૯ ની કલમ૧૫૪,૧૫૫ મુજબ સ્થાવર જંગમ મિલકતની જાહેર હરાજી કરી જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે એમ નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્ર શ્રી આર.બી પરમારની યાદીમાં જણાવ્યું છે.વડોદરા જિલ્લામાં આવા ૧૨ પક્ષકારો પાસે રૂ.૬૯.૬૦ લાખથી પણ વધુ રકમ વસુલવાની બાકી છે.

Advertisement

નોટિસ આપેલા પક્ષકારોમાં સુધારા નોન ટ્રેડીગ એસોસીએશન, મે.વિવિધ હાઇફેબના ભાગીદાર અને વહીવટકર્તા જયેંદ્ર વિજેંદ્ર શર્મા, જીવન પ્રોડક્ટ પ્રા.લી.નંદેસરી, ચંદ્રલોક કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લીમીટેડ જે સરકારી મંડળીઓના કાયદા મુજબ રજિસ્ટર, પટેલ હેમંતકુમાર ચીમનભાઇ, રેવાબેન સુરસંગભાઇ ચૌહાણ તથા અન્ય-૯,  નિર્મળાબેન સન્મુખલાલ શાહ તથા અન્ય-૧, ગુડઅર્થ સીન્થેટીક્સ લીમીટેડ, જે ધી કંપની, મેસર્સ આલ્ફા એંન્જીનીયરીંગ કંપનીના ભાગીદાર પેઢીના મુખ્ય ભાગીદાર મોનાલીબેન નવીનભાઈ પટેલ, ઇન્ડોકાઉન્ટ ચુંગનામ ટેક્ષટાઇલ્સ લી., પટેલ હસમુખભાઇ મણીભાઇ, રમેશભાઇ શંકરભાઇ પટેલ તથા અન્ય -૩ નામનો સમાવેશ થાય છે.

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!