Panchmahal
પાવાગઢ ડુંગર ઉપર પાણી ન પહોંચાડી શકતા હોય તો પાણી પુરવઠા વિભાગે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ??
(સુરેન્દ્ર શાહ દ્વારા)
આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં પાવાગઢ ડુંગર પર પાણી ન પહોંચાડી શકતા હોય તો પાણી પુરવઠા વિભાગે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ જે વસ્તુ શક્ય જ ન હતી એવું મહાકાલી માતાજીનું મંદિર બનાવવામાં બાંધકામ વિભાગને સફળતા મળી તો માત્ર પાણી માટેની લિફ્ટ ઈરીગેશન યોજનામાં પાણી પુરવઠા વિભાગ તેમ સફળ થતું નથી આ વખતે ગુજરાતની એક સુપ્રસિદ્ધ કહેવત યાદ આવે છે કે “મન હોય તો માળવે જવાય” પાવાગઢ ડુંગર પર પાણી પહોંચાડવા માટે અનેક વખત પ્રયાસો કરવામાં આવ્યા છે અને તેમાં સફળતા મળી નથી પરંતુ સફળતા ન મળવાનું કારણ શું છે તે અંગે તંત્રએ કોઇ જ પ્રયાસો કર્યા નથી આખરે પાણીના પ્રશ્ન એ વેગ પકડતા તંત્ર દ્વારા ઠીકરૂ ગ્રામ પંચાયત પર ફોડી હાથ અધ્ધર કરી દીધા જે યોગ્ય નથી ભારતમાં પાવાગઢથી અનેક ઘણી ઊંચાઈઓ પર ગામ વસેલા છે જેવા કે સીમલા, મસુરી, માઉન્ટ આબુ કે પછી ચારધામ યાત્રાના ગામો જ્યાં જે તે વિસ્તારના તંત્ર દ્વારા સતત 24 કલાક પાણી મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે અને તેમાં તેમને સફળતા મળી છે.
આવા જ સ્થળોની મુલાકાત લઈ તે લોકો દ્વારા કયા પગલાં ભર્યા અને તેઓ સફળ થયા તેનો અભ્યાસ કરી એ વસ્તુને પાવાગઢ ખાતે લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ તંત્ર દ્વારા નિષ્ક્રિય રહી આવા કોઈ પ્રયાસો કર્યા નથી પાવાગઢ ડુંગર માત્ર 2700 ફૂટ ઊંચો છે જ્યારે અન્ય ઊંચાઈ પર આવેલા ગામો દસ દસ હજાર ફૂટની ઉંચાઇ ઉપર આવેલા છે અને તેઓને પાણીની 24 કલાકની સગવડ મળી રહે છે માંચી થી ડુંગર સુધીમાં જો અલગ અલગ સ્થળોએ ચાર સંપ બનાવવામાં આવે અને ચારે ચાર સંપ માંથી વારાફરતી પાણીનું લિફ્ટિંગ એરીગેશન કરવામાં આવે તો પાવાગઢ મંદિર સુધી પાણી પહોંચી શકે એમાં કોઈ બે મત નથી આ કામ કરવામાં આવે તો માતાજીના પણ આશીર્વાદ તેમના પર રહેશે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાવાગઢના વિકાસ માટે ફાળવવામાં આવે છે એ રૂપિયાનો ઉપયોગ પ્રામાણિક પણે અને હૃદય પૂર્વક કરવામાં આવે તો માતાજીના ચરણો સુધી પાણી પહોંચાડવામાં તંત્ર અને સફળતા મળે એમાં બે મત નથી અને માતાજીના પણ આશીર્વાદ એમના એ કામમાં રહેશે