Panchmahal

સરપંચ હોય તો આવા દેવેદાર પંચાયતને 13 મહિના આત્મનિર્ભર કરી

Published

on

ભારતના તમામ ગામડાઓમાં સરપંચ શિક્ષિત અને પ્રામાણિક હોય તો ગામનો વિકાસ તેજ ગતિથી થાય તેનો પ્રત્યક્ષ દાખલો જોવો હોય તો ઘોઘંબા ના યુવા સરપંચ શિક્ષિત અને પ્રમાણિક નિલેશવરિયા નો છે આ વ્યક્તિએ ચૂંટણી વખતે ઉમેદવારી ફોર્મ ભર્યું તે વખતે મનમાં પાકો નિશ્ચય કર્યો હતો કે ઘોઘંબા ગામને ગુજરાતની તમામ પંચાયતોમાં પ્રથમ ક્રમે લાવવાના પ્રયાસો કરીશ આ શુભ પ્રયાસોથી પોતાનું ફોર્મ ભરી જવલંત વિજય મેળવી ચાર્જ સંભાળ્યો આ યુવાને સરપંચ પદનો હવાલો સંભાળ્યા બાદ બેંક બેલેન્સ ની તપાસ કરતા પંચાયતનું બેલેન્સ માત્ર 219 હતો અને તે વખતે પંચાયતનું દેવું બે લાખ ૬૨ હજાર રૂપિયા નું હતું તે દેવું ચૂકતે કર્યા બાદ હાલમાં માત્ર 13 માસના ગાળામાં પંચાયતના હાથમાં બેલેન્સ તેર લાખ રૂપિયા છે યુવા અને પ્રામાણિક તથા શિક્ષિત સરપંચની એક નેમ છે કે ઘોઘંબા ગ્રામ પંચાયતને આદર્શ ગ્રામ પંચાયત બનાવી છે અને તેમને તથા ચૂંટાયેલા સભ્યોના સાથ સાથે પ્રયાસો નિલેશવરીયા દ્વારા કરવામાં આવ્યા અને તેમાં તેમને સફળતા પણ મળી પંચાયતમાં કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર ન થાય તે માટે ગ્રામ પંચાયતની ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવ્યા તેમજ પંચાયતના વહીવટમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી ન વહે અને પંચાયતનો વહીવટ ગંગાના પવિત્ર પાણી જેટલો પવિત્ર ચાલે તે માટેના પ્રયાસો હાથ ધર્યા ઘોઘંબા ગ્રામ પંચાયતની ઘણી બધી સમસ્યાઓ હતી તે સમસ્યાઓનું નિરાકરણ તબક્કાવાર ધોરણે શરૂ કરવામાં આવ્યું ગામમાં મરણ પ્રસંગે બે કિલોમીટર દૂર નનામી લઈને ચાલતા અંતિમ સંસ્કાર માટે જવાનું તે અગવડ ના પડે તે માટે આ સમસ્યા દૂર કરવા ગ્રામ પંચાયત દ્વારા 4, 80,000 ના ખર્ચે મોક્ષ વાહિની ની સગવડ ઊભી કરવામાં આવી ગામમાં આરસીસી રોડનું નિર્માણ તેમની નજર હેઠળ કરવામાં આવેછે

તથા ઘરે ઘરે નલ શે જલ યોજના નું આયોજન કરી પ્રત્યેક ઘરે નળ કનેક્શન આપવામાં આવ્યા આ ઉપરાંત તેઓના જણાવ્યા મુજબ ગામ લોકો અને મતદારો દ્વારા મારા પર જે અટલ વિશ્વાસ મૂકી મને આ પદનો ભાર સોંપ્યો છે તેને મારે સજાગતા પૂર્વક અને પ્રમાણિકતા પૂર્વક પૂર્ણ કરી મારા પર મૂકવામાં આવેલા વિશ્વાસ ને સાર્થક કરવાનો છે તથા ગામ લોકોની સમસ્યા તે ગામની હોય કે તેઓના પોતાની હોય એ સમસ્યાઓનો નિકાલ કરવાની મારી જવાબદારીમાંથી હું ક્યારેય પાછી પાણી નહીં કરું તથા અમારી ગ્રામ પંચાયતને આદર્શ ગ્રામ પંચાયત બનાવવાના મારા અને મારા સાથીઓના પ્રયાસો અવિરત ચાલુ રહેશે હવે કામની સમસ્યા એ મારી અંગત સમસ્યા છે એવું સમજીને હું કામ કરીશ ગામના ફળિયા અને સોસાયટીઓમાં રોડ નથી તે આવનાર દિવાળી પહેલા રોડ રસ્તાઓ બની જાય તેવા પ્રયાસો કરી રહ્યો છું અને તેમાં સફળ થઈશ કારણ કે ચૂંટાયેલા તમામ સભ્યોનો મને સાથ સહકાર છે અને મને ભારોભાર વિશ્વાસ છે કે હું મારા કામમાં સો ટકા સફળ થઈશ
* વહીવટી કુશળતાને લઈને ગ્રામપંચાયત ના બેલન્સ માં ધરખમ વધારો
* 219 નુ બેલન્સ 2,62000 ના દેવા સાથે ચાર્જ સંભાળ્યો 13 માસના કુશળ વહીવટ થી પંચાયત પાસે 13 લાખ નુ બેલન્સ
* ગામ લોકોની સમસ્યા તે ગામની હોય કે તેઓના પોતાની હોય એ સમસ્યાઓનો નિકાલ કરવાની મારી જવાબદારીમાંથી હું ક્યારેય પાછી પાણી નહીં કરું : નીલેશ વરીયા
* ગામલોકો ની સુવિધા માટે વિવિધ યોજનાઓ સાકાર કરી

Advertisement

Trending

Exit mobile version