Connect with us

Panchmahal

ધારાસભ્ય હોય તો આવા: કંપની એ છૂટા કરેલા કામદારોને ફતેસિંહ ચૌહાણે તાત્કાલિક પરત લેવડાવ્યા

Published

on

if-there-is-an-mla-such-as-fatesinh-chauhan-immediately-took-back-the-workers-dismissed-by-the-company

હાલ નુ રાજકારણ કોર્પોરેટ કંપની સામે નતમસ્તક થઈ ગયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સેવાનો ભેખ ધરી પ્રજાની સેવા માટે અડીખમ રહેવા ચુંટણી પ્રચાર માં વચન આપનાર ફતેસિંહ ચૌહાણે પ્રજાને આપેલા વચનો પ્રમાણે તેમના પડખે ઊભા રહ્યા છે આખા બોલા અને કોઈપણ વાત મોં ઉપર કહેનારા કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પ્રજાના સાચા પ્રતિનિધિ હોવાનું સાબિત કર્યું છે વાત જાણે એમ છે કે કાલોલ તાલુકાની મધવાસ GIDCમાં આવેલ સત્યમ ઓટો કંપનીમાંથી ૭૦-૮૦ કામદારોને અચાનક છુંટા કરી દેવામાં આવતા કામદારો મુશ્કેલી માં મુકાયા હતા અને હવે ઘર કેવી રીતે ચલાવવું તે મુંઝવણ માં હતા

if-there-is-an-mla-such-as-fatesinh-chauhan-immediately-took-back-the-workers-dismissed-by-the-company

તેવામાં તેમને પ્રજાના સાચા પ્રતિનિધિ એવા કેશરીયાસિંહ ફતેસિંહ ની યાદ આવી અને તેમણે તાત્કાલિક ધારાસભ્યને પોતાની આપવીતી જણાવતા ફતેસિંહ ચૌહાણે કંપનીનાં HR મેનેજર અને પ્લાન હેડ ને બોલાવી પરત કામ પર લેવડાવવા સૂચના આપતા કંપનીએ કામદારો ને પરત કામ ઉપર લીધા હતા તેમજ આગામી દિવસોમાં કાલોલ તાલુકાના સ્થાનિક વર્કરો હેરાન ના થાઈ એ માટે. કંપની ને ધ્યાન રાખવા પણ જણાવ્યુ હતું કાલોલ તાલુકાનાં ધારાસભ્યએ ચુંટણી પ્રચારમાં વચન આપ્યું હતું કે મને એક કોલ કરજો હું હાજર થઈ જઇસ તેજ પ્રમાણે કામદારો નો એક કોલ આવતા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ 108 ની જેમ હાજર થઈ કામદારો નો પ્રશ્ન તાત્કાલિક ઉકેલી નાખ્યો હતો કાલોલ ધારાસભ્ય ની છબી એક પ્રમાણિક નેતા ની છે

Advertisement

if-there-is-an-mla-such-as-fatesinh-chauhan-immediately-took-back-the-workers-dismissed-by-the-company

અને પ્રજાના પ્રશ્નો નો નિકાલ સ્થળ ઉપર લાવતા હોય છે ત્યારે ફતેસિંહ ચૌહાણે કોઈપણ દબાણ ને વશ થયા વિના 80 કામદારો ને પરત નોકરી ઉપર લગાવતા કામદારોએ લાગણી સભર ધારાસભ્ય નો આભાર માનતા ધારાસભ્ય આવા હોવા જોઇયે ની ચર્ચા કાલોલ નગર ના લોકમુખે ચર્ચાઇ રહીછે

  • કામદારો નો એક કોલ આવતા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ 108 ની જેમ હાજર થઈ કામદારો નો પ્રશ્ન તાત્કાલિક ઉકેલી નાખ્યો
  • ફતેસિંહ ચૌહાણ સાચી વાત મોં ઉપર કહેવામા માને છે પછી ભલે કોઈને કડવી લાગે કહેવત છે કડવા કારેલાં ગુણી વધારે હોય તે પ્રજાએ સમજવુ પડશે
  • ધારાસભ્ય ની કામગીરી નાયક ફિલ્મ ના અનિલ કપૂર જેવી છે
  • કાલોલ ધારાસભ્ય ની છબી એક પ્રમાણિક નેતા ની છે અને પ્રજાના પ્રશ્નો નો નિકાલ સ્થળ ઉપર લાવવા ની તેમની ખાસીયત છે
error: Content is protected !!