Astrology
Vastu Tips: ઘરમાં ધનનો અભાવ છે તો, કરો આ 9 વાસ્તુ નિયમનો અમલ
Vastu Tips: જીવનમાં પ્રગતિ જાળવી રાખવા માટે વાસ્તુ (vastu tips) નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ નિયમોની અવગણના કરવાથી નાણાકીય કટોકટી સર્જાઇ છે. કેટલાક વાસ્તુ ઉપાયો ( vastu upay) દ્વારા તમારું નાણાકીય જીવન સુધારી શકાય છે.
દરરોજ સવારે ઘરની બારી અને દરવાજા ખોલવા જોઈએ. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે તેના કિરણો ઘરની અંદર આવવા લાગે છે, જેનાથી ઘરની સકારાત્મક ઉર્જા વધે છે. આ સિવાય પ્રાકૃતિક પ્રકાશ વાસ્તુ દોષોને ઓછો કરે છે.
વાસ્તુમાં શંખ અને પિરામિડ ( shnakh and piramid) ખૂબ જ શુભ અને સકારાત્મક ઉર્જાથી ભરેલા માનવામાં આવે છે. શંખ પૂજા સ્થાન પર રાખવો જોઈએ. ઘરની ઉત્તર દિશામાં પિરામિડ રાખવાથી ધન પ્રાપ્તિની ઈચ્છા ઝડપથી પૂરી થાય છે.
જો ઘરના નળમાંથી પાણી લીકેજ થાય તો તેને તાત્કાલિક રીપેર કરાવવું જોઈએ. પાણીને સંપત્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, નળ અથવા ટાંકીમાંથી બિનજરૂરી વહેતું પાણી શુભ માનવામાં આવતું નથી.
ઘરની અલમારી દક્ષિણની દીવાલને અડીને રાખવી જોઈએ, જેથી તેનો દરવાજો ઉત્તર દિશામાં ખુલે. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે સૂર્યના કિરણો પૂર્વથી આવે છે અને દક્ષિણની દીવાલને પ્રકાશિત કરે છે.
વાસ્તુમાં કનકધારા સ્તોત્રનો પાઠ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. કનકધારા સ્તોત્રનો અર્થ છે મંત્ર જે સોના અથવા સંપત્તિની વર્ષા કરે છે. આ સ્તોત્રનો પાઠ શુક્રવાર, પૂર્ણિમાના દિવસે, દિવાળી અને શક્ય હોય તો નિયમિતપણે કરવો જોઈએ.
ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. આ સિવાય ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ રાખવો શુભ રહેશે.
જો તમારા ઘરમાં કાંટાવાળા, સુકાઈ ગયેલા છોડ હોય તો તેને કાઢી નાખો. વાસ્તુશાસ્ત્રમાં તેમને ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે. ક્રેસુલાનો છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે.
ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં પૂજા રૂમ ખૂબ જ સારો માનવામાં આવે છે કારણ કે ઉત્તર-પૂર્વ ખૂણામાં બધા દેવી-દેવતાઓનો વાસ હોય છે. આ સિવાય ઘરની પૂર્વ દિશામાં સ્વસ્તિક ચિહ્ન હોવું જોઈએ. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો તમારે રોજ ઘરમાં કપૂર સળગવું જોઈએ.
ઘર અવ્યવસ્થિત ન હોવું જોઈએ. અવ્યવસ્થિત ઘરમાંથી અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. જેના કારણે આ ચિંતા, તણાવ અને આર્થિક તંગીની સ્થિતિ સર્જાઇ છે, લક્ષ્મીની શુસોભન, સ્વચ્છતા અને સુઘડતા પ્રિય છે. જો ઘરમાં આ ત્રણેય ગાયબ હશે તો તેવા ઘરમાં ક્યારે લક્ષ્મી ટકતી નથી