Gujarat
પેપર લીક મામલામાં યોગી કડક હાથે કામ લઈ શકેછે તો ભુપેન્દ્ર દાદા કેમ ખચકાય છે????
સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષા નું પેપર લીક થતા તંત્ર દ્વારા કાયદાકીય પગલાં ભરવામાં આવતી ઢીલી નીતિ ને લઈને પરીક્ષાર્થીઓ દ્વારા વિવિધ સ્થળોએ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ અગાઉ પણ અનેક વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓના સવાલ પેપર લીક થયાના બનાવો બન્યા છે. પરંતુ આવા તત્વો સામે એક પણ વખત FIR નોંધાવવામાં આવી નથી. અને નોંધવામાં આવી હોય તો કેટલા પેપર માફિયાઓને સજા થઈ તે તંત્રએ જાહેર કરવું જોઈએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા પરીક્ષાર્થીઓ દ્વારા પરીક્ષાની તૈયારીમાં સેકડો કલાક ખર્ચ્યા હોય છે આખરે પેપર ફૂટી જતા લાખો વિદ્યાર્થીઓ ખર્ચ કરેલ કરોડો કલાક પણ પાણીમાં વહી જાય છે પરિણામે યુવાનોમાં નિરાશા વધતી જાય છે અને ન ભરવાનું પગલું ભરતા હોય છે.
ખરેખર તો પેપર લીક થવાના બનાવવામાં સંડોવાયેલા શેતાનોની મિલકત જપ્ત કરી તેઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા ધારા ની કલમનો ઉપયોગ કરી કડકમાં કડક પગલાં ભરી સબક શીખવાડવો જોઈએ. યુપીમાં ટેટ ની પરીક્ષા નું પેપર લીક થતા સીએમ યોગી દ્વારા ગેંગસ્ટરની કલમનો ઉપયોગ કરી કડક હાથે કામ લેવામાં આવ્યું હતું. આવો ફુલપ્રુફ પ્લાન ગુજરાતની સરકાર કેમ બનાવતી નથી જો યુપીના સીએમ યોગી કડક હાથે કામ લઈ શકતા હોય તો દાદા કેમ ખચકાય છે અગાઉ આવા કિસ્સોઓ બન્યા છે તેમાં જો કડક હાથે કામ લઈ બુલડોઝર ચલાવ્યું હોત તો 2023 ની શરૂઆતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિક્ષાર્થી ઓને નિરાશ થવું પડ્યું ન હોત હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પરીક્ષાર્થીઓને 100 દિવસ રાહ જોવી પડશે અને પુન: કરોડો કલાક તેઓને ખર્ચવા પડશે ભાજપાના રાજમાં જ કેમ પેપર લીક થાય છે?????