Connect with us

Food

Kulcha Recipe: તમે પણ સોફ્ટ કુલચા બનાવવા માંગો છો તો, જાણો આ સરળ રેસિપી

Published

on

Kulcha Recipe: આજકાલ અમદાવાદના સ્ટ્રીટ ફૂડમાં છોલે-કુલચા એ પણ સ્થાન લઈ લીધું છે. બપોરના ભોજનમાં ઘણા અમદાવાદીઓ છોલે-કુલચાને પસંદ કરી રહ્યા છે. આજે બજારમાં મળથા કુલચા જેવા કુલચા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

કુલચા બનાવવાની સામગ્રી

  • 2 કપ મેંદા લોટ,
  • 1/2 કપ દહીં,
  • 1 ચમચી ખાંડ,
  • 1/2 ચમચી બેકિંગ સોડા,
  • 2-3 ચમચી તેલ,
  • કાળા તલ,
  • કોથમીર,
  • પાણી.

કુલચા બનાવવાની રીત

સ્ટેપ- 1

એક બાઉલમાં મેંદાનો લોટ, ખાંડ, બેકિંગ સોડા, મીઠું, 2-3 ચમચી તેલ અને દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 2

હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધીને તેમાં થોડું તેલ લગાવીને 1 કલાક સેટ થવા માટે રાખો.

Advertisement

સ્ટેપ- 3

હવે લોટના લૂઆ બનાવીને તેને મેંદાના સૂકા લોટમાં લપેટી લો અને તેને ગોળ આકારના કુલચા વણી લો.

સ્ટેપ- 4

કુલચા પર થોડા કાળા તલ અને કોથમીરના પાન ગાર્નિશ કરીને તેને ફરીથી વણી લો.

Advertisement

સ્ટેપ- 5

હવે લોખંડના તવા પર કુલચાને મૂકીને બંને બાજુ ફુલચા બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. હવે કુલચા ઉપર થોડું બટર લગાવીને સર્વ કરો.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!