Gujarat
ધક્કા ખાવા ની તૈયારી હોય તોજ રણજીતનગર બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ની મુલાકાત લેજો
ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માં બેંક કર્મચારી ઓની અણ આવડત ને કારણે ધક્કા ખાવા નો વારો આવ્યો છે રણજીત નગર ખાતે આવેલી આ બેંક નો. ગ્રામ પંચાયતો તથા પંચાયતો ને લગતા લેવડ દેવડના કામો ની વધારે જરૂર પડે છે ત્યારે બેંક કર્મચારી ઓને ચેક માં ક્યાં સહી કે શિક્કા કરવા તેની પૂરતી સમજ પડતી નથી સીધા નાણાં ઉપાડી શકાય તેવા ચેકો માં નવા નવા વાંધા વચકા કાઢી ગ્રાહકો ને ધક્કા ખવડાવવામાં આવે છે.
જે સરપંચ સાથે કે રાજકીય આગેવાનો હોય તેમને તુરંત નીતિ નિયમો નેવે મૂકી ચેક ના નાણાં ઉપાડી આપવામાં આવે છે અને લાગવગ વિના આવતા નાના માણસો નું કામ કરવાનું હોય ત્યારે રણજીત નગર ના બેંક કર્મચારી ઓને ઘોઘંબા શાખા માં ફોન કરી સલાહ કે માર્ગદર્શન લેવું પડે તે કર્મચારી ઓની અણઆવડત હોવાનું સાબિત થાય છે. આવી તો અનેક ફરિયાદો આ વિસ્તાર માં ઉઠવા પામી છે