Connect with us

Health

જો તમારે મેન્ટલ હેલ્થ સાચવવી હોય તો આ કરો  અને બનો ફાઇટર 

Published

on

If you want to preserve mental health, do this and be a fighter

અમેરિકાના મેન્ટલ હેલ્થ સર્વે અનુસાર સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ ચારગણું વધારે હોવાનું કારણ માનસિક સ્વાસ્થ્ય અંગે ઉદાસીનતા છે.. CALM આપઘાત રોકતી એક સંસ્થા છે. સામાજિક દૃષ્ટિએ જોઈએ તો પુરુષો પર તેમના પરિવારને આર્થિક સલામતી આપવાનું ઘણું દબાણ હોય છે જે ઘણી વાર તનાવ અને ચિંતાનું કારણ બને છે. પુરુષોના માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી તેમ જ તેઓ ખૂલીને આ બાબતની ચર્ચા કરી શકે એ માટે જૂન મહિનો મેન્સ મેન્ટલ હેલ્થ મન્થ તરીકે પણ  ઊજવાય છે ત્યારે આજે પુરુષોના માનસિક સ્વાસ્થ્ય સંદર્ભે નિષ્ણાતોની શું સલાહ છે એ જાણીશું.

પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ છે પરંતુ માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો પુરુષ દરદીઓની સંખ્યા વધુ છે , ‘સામાજિક અને પારિવારિક ધોરણે પુરુષોના માનસિક સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવાનો સમય પાકી ગયો છે. આપણા સમાજમાં પુરુષોના માથે અનેક જવાબદારીઓ થોપી દેવામાં આવી છે. નારી અબળા અને સંવેદનશીલ હોય એવી વિચારધારાને લીધે પુરુષોની સમસ્યાઓ કાયમ નજરઅંદાજ થતી રહી છે. એ માટે તેઓ પોતે પણ અમુક હદ સુધી જવાબદાર છે. મોટા ભાગના પુરુષો એક્સપ્રેસિવ નથી હોતા. કોઈની સાથે વાત જ ન કરે તો મદદ કઈ રીતે કરી શકાય? સમસ્યાને મગજમાં લઈને ફરે, અંદર ને અંદર ઘૂંટાયા કરે ત્યારે સમસ્યા જ ઝેર બની જાય છે. ઝેરી તત્ત્વોને બહાર ફેંકવાં અનિવાર્ય છે એવું સ્વીકારવાની તૈયારી નથી એને પરિણામે માનસિક થકાવટ વધતી જાય છે. એક સ્તર એવો આવે છે જ્યારે તેઓ વ્યસનના માર્ગે ચાલ્યા જાય છે. માનસિક શાંતિ માટે આલ્કોહૉલ બેસ્ટ છે એવું માનવા લાગે પછી તેમને બહાર લાવવા ખૂબ અઘરું છે. પુરુષોમાં મેન્ટલ હેલ્થને ટ્રીટ કરવું કાઉન્સેલર માટે પણ ચૅલેન્જિંગ બની જાય છે. જોકે નિષ્ણાતોના પ્રયાસો, જાગૃતિ અભિયાન અને એજ્યુકેશનને કારણે ધીમે-ધીમે સભાનતા આવી છે. હવે ઘણા પુરુષો મેન્ટલ હેલ્થની સારવાર માટે આવે છે.’

Advertisement

If you want to preserve mental health, do this and be a fighter

કોપિંગ સ્ટાઇલનો અભાવ હોય એવા પુરુષોની મેન્ટલ હેલ્થ જલદી બગડે છે એમ જણાવતાં શેફાલી કહે છે, ‘માનસિક અસ્વસ્થતાનાં અનેક કારણોમાં એન્વાયર્નમેન્ટનો રોલ મુખ્ય છે. આ કંઈ રાતોરાત થયેલી બીમારી નથી. પડકારો આવ્યા અને માનસિક સંતુલન ગુમાવી દીધું એવું નથી થતું. અંગ્રેજીમાં એક કહેવત છે – ફાઇટ ઑર ફ્લાઇટ. મતલબ પરિસ્થિતિનો સામનો કરો અથવા પલાયન થઈ જાઓ. આ મેકૅનિઝમ વ્યક્તિની પર્સનાલિટી સાથે જોડાયેલું છે. નાનપણથી પેરન્ટ્સને સંજોગો સામે લડતા જોયા હોય એવા પુરુષો લગભગ બધા પડકારોને ફેસ કરી લે છે. પલાયનવૃત્તિ ધરાવતા પુરુષોમાં માનસિક બીમારી વધુ જોવા મળે છે. ભૂખ મરી જવી, અનિદ્રા, વારંવાર વિચારોમાં ગુમ થઈ જવું, રીઍક્ટ કરવાનું ટાળવું અથવા એક્સ્ટ્રિમ રીઍક્શન આપવું, સ્વભાવ ચીડિયો થઈ જવો, રાત્રે પથારીમાં પડખાં ફર્યા કરવાં, બાળકો પર ગુસ્સો ઉતારવો, ફિઝિકલ ઍક્ટિવિટીથી દૂર રહેવું, સોશ્યલ ઇન્ટરૅક્શનથી દૂર રહેવું, ઉત્સાહ અને ઉમંગનો અભાવ, સમયસર નાહી લેવું અને શેવિંગ કરવું જેવી પર્સનલ હાઇજીનમાં ઇન્ટરેસ્ટ ઓછો થઈ જવો આ બધાં માનસિક અસ્વસ્થતાનાં પ્રાથમિક લક્ષણો છે.’

માનસિક અસ્વસ્થતાનો સામનો કરી રહેલી વ્યક્તિ સંપર્કમાં રહેવાનું ટાળતી હોય છે એટલે કે તેને એકલી ન મૂકો અથવા ટેક્સ્ટ-મેસેજ અને ફોન-કૉલ દ્વારા હંમેશાં સંપર્કમાં રહો એવી ભલામણ કરતાં ડૉ. મિલન કહે છે, ‘મેન્ટલ હેલ્થ સામે ઝઝૂમી રહેલી વ્યક્તિની વાત જજમેન્ટલ બન્યા વિના સાંભળવી એ ફર્સ્ટ ઍન્ડ મસ્ટ ટ્રીટમેન્ટ છે. ટૉક થેરપી મહદંશે અસરકારક સાબિત થાય છે. તેને આશ્વાસન આપો કે તમે હર સંજોગોમાં તેની સાથે છો. મુશ્કેલ સમયમાં તમે સાથ આપશો એવી ખાતરી થશે તો દરદી આપોઆપ એક્સપ્રેસ કરશે. આ સમય છે જ્યારે તમે તેને ડૉક્ટર પાસે લઈ જઈને આગળની સારવાર માટે મનાવી શકો છો.’

Advertisement

રોગનું નિદાન થવું પૂરતું નથી, અને એનાં કારણો જાણીને ઇલાજ કરવો જરૂરી છે એવી વાત કરતાં શેફાલી કહે છે, ‘માનસિક અસ્વસ્થતાનાં ઘણાં કારણો હોઈ શકે છે. પારિવારિક હિસ્ટરી, સમસ્યા જિનેટિક છે કે અંગત જીવનમાં ખટપટના કારણે હતાશ રહે છે, આર્થિક સ્થિતિ, વ્યાવસાયિક પડકારો, ભૂતકાળમાં ડૉક્ટરનો સંપર્ક કર્યો છે કે નહીં વગેરે બાબતોની તપાસ કર્યા બાદ ઇલાજ થાય. સૌથી પહેલાં તો દરદીમાં આત્મવિશ્વાસ જગાવવો પડે. દરેક સમસ્યાનો ઉકેલ છે એવું તેના મગજમાં ઠસાવવું પડે. મેન્ટલ હેલ્થની ટ્રીટમેન્ટમાં કાઉન્સેલિંગ અને થેરપી મુખ્ય છે. કેટલાક દરદીને મેડિકેશનની જરૂર પડે છે. માનસિક સ્વાસ્થ્યમાં ઍલોપથી અને હોમિયોપથી બન્ને દવાઓ અસરકારક સાબિત થાય છે.’

આપણા દેશમાં મેન્ટલી ડિસ્ટર્બ રહેતી વ્યક્તિને લોકો પાગલમાં ખપાવી દે છે. સાઇકિયાટ્રિસ્ટ ટ્રીટમેન્ટ માટે ગાંડા લોકો જાય એવી ભ્રમણાને કારણે લોકો ડૉક્ટરનો સંપર્ક કરતાં અચકાય છે અથવા કોઈને જણાવ્યા વિના એકલા જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે સારવાર માટે આવતા મોટા ભાગના પુરુષોની ફૅમિલીને ખબર નથી હોતી કે તેમની કોઈ ટ્રીટમેન્ટ ચાલે છે. આવા કેસમાં ફૅમિલી કાઉન્સેલિંગનો પાર્ટ આવતો નથી. ફૅમિલી મેમ્બરોએ કેટલાંક ઇન્ડિકેશનને સમજવાં જરૂરી છે. ઘરની કોઈ પણ વ્યક્તિના નૉર્મલ બિહેવિયરમાં પરિવર્તન જણાય ત્યારે એને માનસિક અસ્વસ્થતાનું પ્રાથમિક લક્ષણ સમજીને જાગી જવું જોઈએ. તેની વર્તણૂક પર નજર રાખવી તેમ જ છાતીમાં દુ:ખે છે, કંઈ ગમતું નથી જેવી ફરિયાદોને ગંભીરતાથી લેવી. બધા તબીબી રિપોર્ટ નૉર્મલ આવ્યા પછી પણ બિહેવિયરમાં ચેન્જ ન થાય તો સાઇકોલૉજિકલ ટ્રીટમેન્ટ માટે જવું.

Advertisement

 

 

Advertisement
error: Content is protected !!