Food
તમારી રસોઈ માંથી આવે છે દાઝી ગયાની કે બળવાની વાસ, તો અપનાવો આ ખાશ ઉપાય
ઘણીવાર આપણે રસોઈ બનાવતા હોઈએ અને તે દાઝી જાય છે. અને તેમાંથી બળેલાની વાસ આવે છે. અને આવી રસોઈ કોઈ ખાવું પસંદ નથી કરતુ. બળી ગયેલા ખોરાકની ગંધ અને સ્વાદ પણ ખૂબ જ ખરાબ હોય છે. દિલથી મન મૂકીને બનાવેલી રસોઈ ફેંકવાનો વારો આવે છે. આવી સ્થિતિમાં, સ્વાભાવિક છે કે આવો મોંઘવારીમાં આટલી બધી રસોઈ ફેંકવાનો પણ જીવ નથી ચાલતો. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે બળી ગયેલા ખોરાકનું શું કરવું? ચાલો અમે તમને બતાવીએ કે બળી ગયેલા ખોરાકની ગંધ અને સ્વાદ કેવી રીતે બદલી શકાય.
બળેલા ભાગને ફેંકી દો
જો તમે કંઈક બનાવી રહ્યા છો અને તે બળી ગયું છે, તો શ્રેષ્ઠ ઉપાય છે કે, બળેલા ભાગને ફેંકી દો. આનાથી આખી વાનગીનો બગાડ થતો બચી જશે અને તમારો ખોરાક પણ ખાવા યોગ્ય રહેશે.
બળી ગયેલ વાસણ બદલો
જે તપેલી કે વાસણમાં તમારું ભોજન બળી ગયું છે તેને બદલવું જોઈએ. ઉપરથી ખોરાકને બહાર કાઢો અને તેને બીજા વાસણમાં મૂકી દો. તેનાથી બળવાની વાસ ઘણી હદ સુધી દૂર થઈ જશે.
બટાકા ઉમેરો
આ ઉપાય બહુ કારગત છે. બટેટા બળી ગયેલી વસ્તુઓની દુર્ગંધને દૂર કરે છે. આ માટે તમારે બટાકાને કાપીને એક વાસણમાં રાખવાના છે. તેને ઢાંકીને થોડી વાર રહેવા દો. પછી બટાકામાંથી બળી ગયેલા ખાદ્યપદાર્થની ગંધ આવશે.લીંબુ બળી ગયેલા ખોરાકની ગંધને દૂર કરવામાં પણ ખૂબ જ અસરકારક છે. તમે ભોજનમાં લીંબુ પણ નિચોવી શકો છો. આ બળી ગયેલા ખોરાકને મોટાભાગે આવરી લેશે.