Chhota Udepur

પાવીજેતપુર મામલતદાર કચેરી પાસે જ ગેરકાયદેસર રેતીના ઢગલા અધિકારીઓની આંખે રૂપિયાના પાટા

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેતીનો કારોબાર ધમધમી રહ્યો છે. તંત્રને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી. પાવીજેતપુર મામલતદાર કચેરી પાસે રેતીના મોટા મોટા ઢગલા અને ત્યાં ઉભા રહેતા ડમ્પરોના કારણે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાય છે આ જગ્યા ઉપર આવતા ધૂળની ડમરીઓના કારણે વાહન ચાલકોએ દિવસે પણ ડીપર મારવાની ફરજ પડે છે મામલતદાર કચેરી પાસે જ ગેરકાયદેસર રેતીના મોટા મોટા ઢગલા ખડકવામાં આવ્યા છે રોજબરોજ અહીંથી જિલ્લા તેમજ તાલુકાના ઉચ્ચ અધિકારીઓ પસાર થાય છે પરંતુ અત્યાર સુધી કોઈ પણ અધિકારીએ આ રેતીના ઢગલાઓ સામે કોઈપણ જાતનો વાંધો ઉઠાવ્યો નથી તંત્રનું આ મૌન અનેક શંકા કુશંકાઓ ઉપજાવે છે. જો આમ જનતાને તકલીફ પડતી હોય તો અધિકારીઓને તકલીફ કેમ નઇ? રેતી ભરવા આવતા મોટા મોટા ડંમ્પરો રોડ ઉપર પાર્કિંગ કરતા અહીં વારંવાર ટ્રાફિક જામ થતો હોય છે છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. તંત્ર પણ ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ આંખ કાન અને મોં બંધ કરી આ સમસ્યાને અનદેખી કરી રહ્યા છે. રેતી ચોરોએ ઓરસંગ માતાનું ચીર હરણ કરી તેને વેચી નાખી છે છતાં પણ તંત્ર ચડી ચૂપ છે

Advertisement

પાવીજેતપુર મામલતદાર કચેરીથી માત્ર ૫૦૦ મીટર જેટલા અંતરે આ ગેરકાયદેસર રેતીના ઢગલાઓ મારવામાં આવ્યા છે મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી જો ઊભા થઈને બારીમાંથી ડોકિયું કરે તો પણ આ બધું સ્પષ્ટ દેખાઈ તેમ છે અહીંથી રોજના હજારો વાહનો અને લાખો લોકો અવરજવર કરતાં હોવાથી આ જગ્યાએ તમને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે મળે ને મળે જ તેમજ ઉડતી ધૂળના કારણે સામેથી આવતું વાહન સ્પષ્ટ દેખાતું નથી અને રોડ ઉપર રેતી લઈ જતા વાહનો આડેધેડ પાર્કિંગ કરી દેતા અહીં છાશવારે અકસ્માતો સર્જાય છે આ ખનીજ માફિયાઓને કોણ સાચવે છે ? કોણ તેમના વિરુદ્ધ પગલાં લેવા દેતા નથી આ વિસ્તારના સાંસદ ધારાસભ્યો તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં ભરવામાં આવતા નથી લોક ચર્ચા મુજબ અહીંયા રોજની કરોડો રૂપિયાની રેતી વહન થાય છે અને તંત્ર પણ આમાં ભાગીદાર હોવાની ચર્ચાઓ ઉઠી છે ત્યારે તંત્રનું મૌન આ વાત ખરી હોવાનું પુરવાર કરે છે

Advertisement

Trending

Exit mobile version