Panchmahal
લાલપુરી કરાડ નદીમા ગેરકાયદેસર રેતી કરતુ ટ્રેક્ટર ઝડપાયું

ગોકુળ પંચાલ દ્વારા અવધ એક્સપ્રેસ
લાલપુરી કરાડ નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ટ્રેક્ટર ને ઘોઘંબા મામલતદારે ઝડપી પાડ્યું ઘોઘંબા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગે રેતી તથા માટીની ચોરી થતી હોવાની લોક ફરિયાદો આ વિસ્તારમાં ઉઠવા પામી છે
તેના અનુસંધાને ઘોઘંબા મામલતદાર જોશી દ્વારા લાલપુરી કરાડ નદીમાં રેતીની ચોરી થતી હોવાની ફરિયાદ મળતા તેઓ સ્થળ ઉપર પહોંચતા નદીમાંથી ગેરકાયદેસર રેતીની ચોરી કરી સરકારી તિજોરીને રોયલ્ટીનું નુકસાન કરતા ટ્રેકટરને ડિટેન કરી મામલતદાર કચેરીના પટાંગણ મા મૂકી આ ટ્રેક્ટરની કાયદેસરતા તેમજ રેતીની રોયલ્ટી વિશેની તપાસ હાથ ધરી હતી