Connect with us

Crime

‘માં’મને માફ કર.. મેડિકલ સ્ટુડન્ટે સ્યુસાઇડ નોટ લખી આપઘાત કર્યો

Published

on

એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે.

સાથી વિદ્યાર્થીઓએ હોસ્પિટલમાં 24 વર્ષીય યુવકને જણાવ્યું હતું. કે વિદ્યાર્થી અભ્યાસમાં ઘણો સારો હતો. તેનું મન ખૂબ જ તેજ છે. તેણે એ પણ જણાવ્યું કે તે મોટાભાગે પોતાની જાતને ભણવામાંજ રાખે છે.

Advertisement

આસામના કચર જિલ્લામાં સિલચર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (SMCH) ના 24 વર્ષીય વિદ્યાર્થીનો મૃતદેહ તેના રૂમમાં લટકતો મળી આવ્યો હતો. પોલીસે બુધવારે જણાવ્યું કે, મંગળવારે રાત્રે મેડિકલ કોર્સના અંતિમ વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ તેના રૂમમાં લટકતો મળી આવ્યો હતો. પોલીસને સ્થળ પરથી બે સુસાઈડ નોટ મળી આવી છે અને તેના પરિવારજનોએ પુષ્ટિ કરી છે કે આ સુસાઈડ નોટ વિદ્યાર્થીએ પોતે લખી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીએ નોટમાં લખ્યું છે કે તે ગંભીર ડિપ્રેશનમાં હતો અને તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. આ સુસાઈડ નોટની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!