Gujarat
જામવા થી પાવાગઢ જતા પદયાત્રીઓના સંઘમાં બે મહિલાઓ બાખડતા એકના માથામાં ત્રિશૂલ માર્યુ
(પ્રતિનિધિ ગોકુળ પંચાલ)
ઘોઘંબા તાલુકાના પરોલી ગામે સાત વાગ્યાના સમયે જામવાથી આવેલો પદયાત્રીઓનો સંઘ પરોલી ચોકડી ઉપર વિરામ કરવા માટે રોકાયો હતો. તે દરમિયાન સંઘમાં આવેલી એક મહિલાને બીજી મહિલા સાથે બોલાચાલી થતા આવેશમાં આવેલી મહિલાએ કનીશા નામની યુવતીને માથામાં ત્રિશુલ મારી ઇર્જા પહોંચાડી હતી. જેને 108 મારફતે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી
બનાવની વિગત એવી છે કે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જામવાના કાળીતલ ફળિયામાં રહેતી કનીશાબેન ગામમાંથી નીકળેલા પાવાગઢ પદયાત્રીઓના સંઘમાં પદયાત્રી તરીકે જોડાઈ હતી. આજરોજ સાથે સાત વાગ્યાના અરસામાં પદયાત્રીઓનો સંઘ ઘોઘંબા તાલુકાના પરોલી ગામે આવ્યો હતો જ્યાં કોઈ બાબતે સંઘમાં આવેલી બે મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી બોલા ચાલીએ ઝઘડાનું સ્વરૂપ લેતા ઉશકેરાયેલી મહિલાએ કનીશાબેન ધુળાભાઈ નામની મહિલાના માથામાં ત્રિશુલ મારતા યુવતી લોહીલુહાણ થઈ ગઈ હતી. પરોલી ગ્રામજનો તથા પદયાત્રીઓએ દરમિયાનગીરી કરી બંને મહિલાઓને છુટી પાડી ઇર્જાગ્રસ્ત યુવતીને સારવાર માટે 108 મારફતે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે પદયાત્રીઓના સંઘમાં બાર જેટલા મહિલા અને પુરુષ પદયાત્રીઓ હતા તેમજ દરેકના હાથમાં ત્રિશુલ હતા ગ્રામજનોએ તમારામાંથી કોઈને માતાજી આવે છે તે પૂછતા તમામે નકારો કરી ના પાડતાં ગ્રામજનોએ આ સંઘ સામે શંકા વ્યક્ત કરી હતી જેને માતાજી સાક્ષાત પરચા આપતા હોય તેના જ હાથમાં ત્રીશુલ રાખી શકાતું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું અત્યાર સુધીમાં હજારો સંઘો અહીંથી પસાર થયા છે પરંતુ ક્યારેય કોઈ પદયાત્રી એકબીજા સાથે બાખડયા હોવાના બનાવ બન્યા નથી જેના કારણે પરોલી ગ્રામજનો આ પદયાત્રીઓને શંકાશીલ નજરે જોઈ રહ્યા છે