Kheda
અલીણા માં તસ્કરોએ તાળા તોડી ઘરમાં મુકેલ મંદિર માં હાથફેરો કર્યો

(પ્રતિનિધિ રઈસ મલેક)
મહુધા તાલુકા ના અલીણા ખાતે આવેલ રાધા કૃષ્ણ મંદિર પાસા વિભાગ વિસ્તાર માં ગતરાત્રે અજાણ્યા તસ્કરો દ્વારા બે ઘર ના તાળા તોડ્યા હતા જેમાં ગીરીશ ભાઈ પટેલ ના ઘર માં ધાપ મારી તિજોરી તેમજ સામાન વેરવિખેર કરી દર દાગીના તથા રોકડ મળી દસ હજાર ની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા તસ્કરો એ ઘર માં મુકેલ મંદિર માં પણ ચોરી નો પ્રયાસ કર્યો હતો જ્યારે અન્ય એક અમિતભાઈ પટેલ ના ઘર માં માત્ર તાળુ તોડ્યું હતું .
સવારે સમાન વેરવિખેર તથા તાળુ તૂટેલું જોતાં મહુધા પોલીસ સ્ટેસને જાણ કરવામાં આવી હતી પોલીસ સ્થળ તપાસ કરી પંચનામુ કરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા