Connect with us

Uncategorized

ભાડલી (ઝાત) ગામે ૭ વર્ષ અગાઉ પાણી બાબતે થયેલા ઝગડામાં કોર્ટે ચાર આરોપીઓ ને ત્રણ વર્ષની સજા ફટકારી

Published

on

(દાંતીવાડા)

દાંતીવાડા તાલુકાના  ભાડલી (ઝાત) ગામે ૭ વર્ષ અગાઉ થયેલા ઝગડામાં કોર્ટે ચાર આરોપીઓને ત્રણ વર્ષની સજા અને ફટકારતા દાંતીવાડા કોર્ટ ના ટુંકા ગાળાના સમયમાં કડક ચુકાદાઓથી ઉપરા ઉપરી સજા ફટકારતા ગુનો આચરતા  ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Advertisement

ભાડલી (ઝાત) ગામે ૭ વર્ષ અગાઉ તા.૨૭ એપ્રિલ  ૨૦૧૭ ની સાલમાં ફરીયાદી ચંદાબેન નારણભાઈ તથા પંખુંબેન તેમજ કમળાબેન પાણી ભરતા હતા ત્યારે નવીન પ્રતાપભાઈ ભાટીએ ફરિયાદીને કહેલું કે કેમ મોટર મૂકી પાણી ભરો છો મોટર બંધ કરી દો જેથી ફરિયાદીએ કહ્યું કે અમો મોટર મૂકી પાણી ભરતા નથી જેથી આરોપીએ ઉસકે રહી જઈ પોતાના ઘેરથી લાકડી તથા પ્રતાપભાઈ પાઈપ તેમજ જાગૃતિબેનના હાથમાં બાવળનું ધોકુ તથા સુખીબેને હાથમાં દંતાળી લઈ આવી આરોપી નવીને ચંદાબેનને ડાબા લમણે લાકડી મારી તથા પ્રતાપભાઈ એ પંખુંબેનના માથામા પાઇપ ફટકારી તેમજ જાગૃતિબેને કમળાબેનને માથામા ધોકો મારી ચારે આરોપીઓ એ ગડદા પાટુ નો માર મારી જાનથી મારવાની ધમકીઓ આપતા દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ થઈ હતી  જે કેસ દાંતીવાડા સતીશ બી.ચૌહાણની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ જે.જે.મોર ની ધારદાર દલિલો ગાહ્ય રાખી કોર્ટે

(૧)નવીન પ્રતાપભાઈ ભાટી,(૨) પ્રતાપભાઈ રણછોડભાઈ ભાટી,(૩) જાગૃતીબેન પ્રતાપભાઈ ( પુત્રી) તથા( ૪) સુખીબેન પ્રતાપભાઈ (પત્નિ) તમામ રહે

Advertisement

ભાડલી (ઝાત) તા.દાંતીવાડા વાળાઓને ગુનેગાર ઠેરવી IPC ૩૨૩ માં ત્રણ વર્ષ અને ૩૨૩ માં માં એક વર્ષની સજા ફટકારી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!