Chhota Udepur
બોડેલી તાલુકામાં ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાના હસ્તે ૩૫ લાખનાં ડામર રોડનું ખાત મુહુર્ત કરાયું
પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૩૦
બોડેલી તાલુકાના ઝડુલી ખેરે કૂવા ગામે રૂ.૩૫ લાખ ના ખર્ચે રીસર્ફેસિંગ રોડ નું ખાત મહુર્ત હિન્દુ વિધિ પ્રમાણે પૂજન તેમજ શ્રીફળ ફોડી ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ રોડના નિર્માણ થકી વિસ્તારના નાગરિકોની પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે.
ઝડુલી ખેરે કૂવા ગામ ને જોડતા રોડ ના ખાત મહુર્ત પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય ડો.મહક ભાઈ, એ.પી.એમ.સી ડારેક્ટર ચિરાગ પટેલ, સરપંચો, ઉષાબેન પટેલ, સહિત, આગેવાનો, કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.