Chhota Udepur
બોડેલી માં તસ્કરો ને મોકળું મેદાન ધર આગળ પાર્ક કરેલી બુલેટ બાઈક ઉઠાવી ફરાર
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લામાં દિનપ્રતિદિન મોટરસાઇકલ ચોર ટોળકીનો આતંક વધવા માંડ્યો છે. ત્યારે બોડેલી માંથી બે દિવસ પહેલા એક બુલેટ બાઇકની ચોરી થતાં બોડેલી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
બોડેલી પંથકમાં ચોરીના બનાવો અવાર નવાર બનતા રહે છે ત્યારે વધુ એક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બોડેલીમાં આવેલ મણિનગર સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરેલું બુલેટ બાઈકને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી ફરાર થઈ જતા બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
જેતપુરપાવી તાલુકાના મોરાડુંગરી ગામના કોલચા ચિરાગકુમાર ઇન્દ્રવનભાઈ જેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ચિરાગકુમાર કોલચા હાલ બોડેલી ખાતે મણીનગર સોસાયટીમાં રહે છે. જેમની પાસે એક બુલેટ બાઈક નંબર (જી.જે. ૩૪.ડી.૯૧૯૧) છે. જે બોડેલી ખાતે મણીનગર સોસાયટી ઘર નંબર ૫૪ આગળ લોક કરી પાર્ક કરેલ હતું. સવારે ફરિયાદી પોતાનો બાઈક લેવા જતા બાઈક ક્યાંય ન મળતા તેઓએ આસપાસના વિસ્તારોમાં બાઈક ની શોધ ખોળ કરી હતી. જોકે ક્યાંય બાઈક ન મળતા આખરે બોડેલી તાલુકા પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
છોટાઉદેપુર જિલ્લા તેમજ તાલુકામાં પણ દિવસે ને દિવસે વાહન ચોરીના ગુન્હા વધી રહ્યા છે. તસ્કરો હવે ગામડાઓમાં પણ એકલ દોકલ પડેલા વાહનોને બિન્દાસ ચોરી કરી ગુનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે પોલીસ પણ સજાગ બની તસ્કરોને ઝડપવા તજવીજ આદરી છે.