Gujarat
ચંદ્રનગરમાં હાલોલ ધારાસભ્યન પાણીની સમસ્યા હલ કરવાની ગેરંટી આપતા મોટી સંખ્યામાં મતદાન કર્યું.
(અવધ એક્સપ્રેસ દ્વારા)
ઘોઘંબા તાલુકાના ચંદ્રનગર ગામે મતદાનનો બહિષ્કાર કર્યો હોવાની જાણ હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારને થતા તેમણે ગ્રામજનોનો સીધો સંપર્ક કરી તેમની રજૂઆત સાંભળી હતી નર્મદાના પાણીના મુદ્દે ગ્રામજનોએ મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો તથા ગામમાં જ અણબનાવ કારણે પાણીની સમસ્યાનો મુદ્દો ધારાસભ્ય કે તાલુકા મથકે પહોંચ્યો ન હતો જેના કારણે ગ્રામજનોને તંત્ર પ્રત્યે નારાજગી હતી નારાજગી દૂર કરવા હાલોલ ધારાસભ્ય જયદ્રસિંહ પરમારે ઘોઘંબા ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ, જિલ્લા સદસ્ય ભીખાભાઈ તથા છોટાઉદેપુર લોકસભા બેઠકના સહ.ઇન્ચાર્જ સાગર ગોહિલને ચંદ્રનગર મોકલ્યા હતા
અને ગ્રામજનો સાથે ટેલિફોનિક વાત કરી પાણીની સમસ્યા બે જ દિવસમાં હલ કરવાની ખાતરી આપતા ગ્રામજનો એ ધારાસભ્યનો આભાર માની ટોળેટોળા મતદાન મથકે મતદાન કરવા માટે ઉમટ્યા હતા પ્રજાના સેવક હાલોલ ધારાસભ્ય જયદ્રસિંહ પરમારે ગ્રામજનોને કોઈપણ જાતની સમસ્યા હોય તો સીધી જાણ કરવા માટે પણ જણાવ્યું હતું તેમજ ગામ અને લોક ઉપયોગી કામ હોય તો તમે મને અવશ્ય જણાવજો તમામ સમસ્યા હલ કરવાની ખાતરી આપતા ગ્રામજનોએ ભારત માતાકી જયનો નાદ બોલાવી મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા