Chhota Udepur
છોટાઉદેપુર માં વહેલી સવારથી મેઘમહેર કસ્બા વિસ્તારમાં મકાનની દીવાલ તેમજ ઠેક ઠેકાણે વૃક્ષો ધરાશાઈ
પ્રતિનિધિ, કાજર બારીયા
આજે સવારે છોટાઉદેપુર પંથકમાં પુર ઝડપે પવન ફૂંકાયો હતો જેથી વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. એકાએક પવન ફૂકાતાં નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મોટાં મોટાં વૃક્ષો તૂટી પડ્યા હતા. જ્યારે છોટાઉદેપુર નગર ના કસ્બા વિસ્તારમાં શબ્બીર ભાઇ વ્હોરા ના મકાન ની દીવાલ ઘસી પડી હતી. જૉકે સદનસીબે કોઇ જાનહાનિ ના સમાચાર હજૂ સુધી મળ્યાં નથી. સમગ્ર પંથક માં વાવાઝોડું ફુકાતા વાતાવરણ ધૂળિયું બન્યું હતું અને એકાએક વરસાદ શરૂ થતાં નાસભાગ ના દ્રશ્યો સર્જાયા હતા છોટાઉદેપુર નગર માં જનરલ હૉસ્પિટલ સામે, લાયબ્રેરી રોડ તેમજ રાજપૂત ફળીયા ખાતે મોટાં વૃક્ષો ની ડાળીઓ પડતાં પ્રજાને હાલાકી ભોગવવી પડી હતી.
જૉકે નગર પાલિકા ની રેસ્ક્યુ ટીમ દ્વારા પડેલા વૃક્ષો ને હટાવવાની કામગીરી પુર ઝડપે કરવામાં આવી હતી. પવન સાથે જોરદાર વરસાદ વરસતાં નગરનાં ઘણાં ખરા વિસ્તારોમાં સડક ઉપર પાણી ભરાયાં હતાં. છોટા ઉદેપુર નગર ના રાજમાર્ગો ઉપર તળાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી. છોટાઉદેપુર થી બોડેલી હાઇવે રોડ ઉપર વાવાઝોડા ને પગલે વૃક્ષો ધરાશાઈ થતાં સ્ટેટ હાઇવે ઉપર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા. એકા એક વરસાદ અને વાવાઝોડા ના કારણે અફરા તફરી નો મહોલ સર્જાયો હતો.