Connect with us

Chhota Udepur

છોટાઉદેપુર જિલ્લામાં તા. ૨૬ મી જૂનના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published

on

અરજદારો તા.૧૦ મી જૂન સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

Advertisement

છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૨૬/૦૬/૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ તથા તા.૨૭/૦૬/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.

છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) માટે આગામી તા.૧૦/૦૬/૨૦૨૪ સુધીમાં અરજી કરી શકશે. ગ્રામ સ્વાગત કાર્યક્રમ માટે ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજી “મારી અરજી ગ્રામ સ્વાગતમાં લેવી” તેવા મથાળા હેઠળ સંબંધિત ગામનાં તલાટી મંત્રીને તારીખ ૧૦/૦૬/૨૦૨૪ સુધીમાં આપવાની રહેશે.

Advertisement

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે પોતાના વ્યક્તિગત/અંગત પ્રશ્ન ટાઈપ કરેલી અરજી, કોન્ટેક્ટ ફોન નંબર તથા સરનામાં સાથે એક અરજીમાં એક જ પ્રશ્ન સંબંધિત અમલીકરણ અધિકારીની કચેરીને ઓછામાં ઓછી ત્રણવાર કરેલી અરજીની નકલ સાથે સંબંધિત મામલતદારશ્રીની કચેરીને “તાલુકા સ્વાગત કાર્યક્રમ” એમ અરજીના મથાળે લખી તા.૧૦/૦૬/૨૦૨૪ સુધીમાં મોકલી આપવાની રહેશે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે પોતાના વ્યક્તિગત/અંગત પ્રશ્ન ટાઈપ કરેલી અરજી કોન્ટેક્ટ કોન નંબર તથા સરનામાં સાથે એક અરજીમાં એક જ પ્રશ્ન તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરેલી અરજીની નકલ સાથે “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” એમ અરજીના મથાળે લખી કલેકટર કચેરીને તા.૧૦-૦૬-૨૦૨૪ સુધીમાં સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી મારફતે ગ્રામ પંચાયતના અધિકૃત ઇ-મેઇલ આઈ.ડી પરથી jillaswagatchho@gmail.comઇ-મેઇલ આઇ.ડી. પર ઓનલાઇન મોકલી આપવાની રહેશે.

Advertisement

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં છોટાઉદેપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી, કવાંટ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક, બોડેલી ખાતે પ્રાયોજના વહીવટદાર, નસવાડી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, સંખેડા ખાતે પ્રાંત અધિકારી, બોડેલી તથા જેતપુર પાવી ખાતે પ્રાંત અધિકારી, છોટાઉદેપુર રૂબરૂ હાજર રહી લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!