Connect with us

Chhota Udepur

રાજ્ય ના પૂર્વ પટ્ટી, મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર છોટાઉદેપુર જિલ્લામાં હોળી બાદ ઠેર ઠેર ચૂલ ના મેળા ઓ જામ્યા.

Published

on

In Chotaudepur district, the eastern belt of the state, Madhya Pradesh border area, after Holi, Chul fairs were held everywhere.

પ્રતિનિધિ, કાજર બારીયા

છોટાઉદેપુર જિલ્લા ના આદિવાસીઓ માટે હોળી એટલે સ્થાનિકો ઉપરાંત વિસ્તાર છોડી અન્ય જગ્યાએ નોકરી ધંધા કે મજુરી કામે બહાર ગયેલ આદિવાસી ઓ માદરે વતન પરત ફરતા હોય છે, નોકરી ધંધા કે મજુરી કામે ગયેલા આદિવાસી ઓ એ હોળી એ અચૂક ઘરે પહોંચી જતા હોય છે, અહીં ના આદિવાસી ઓ ની કહેવત છે કે દિવાળી અટટે-કટટે પણ હોળી તો વતન માં જ, એના પરથી જ હોળી નું મહત્વ આંકી શકાય, વર્ષ દરમ્યાન કરેલ કમાણી માંથી હોળી એ નવા કપડાં થી લઈને ખરીદી કરતા હોય છે, કપડાં બાબતે કહેવાય છે કે આખું વર્ષ કામ કરવા નું, હોળી એ ઝગઝગતા જ કે…!

Advertisement

છોટાઉદેપુર જિલ્લાનાં પાણીબાર ગામ ના આદિવાસી સમાજ ના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે આજે અમારા ગામ પાણીબાર ખાતે વર્ષોથી ભરાતો પરંપરાગત ચૂલના મેળા માં ગામેગામ થી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તેઓ વધુ માહિતી આપતાં જણાવે છે કે હોળી ના તહેવાર ના આગલા દિવસે ગામ પટેલ દ્વારા ગામ કોટવાળ ને સૂચના આપી એ…. આજે ખાખરા છે અને આવતીકાલે હોળી છે…! નો પોકાર આખા ગામને ફળીયે ફળીયે પડાવવા માં આવે છે, જેનું ગામ લોકોએ પાલન કરી મળેલ સૂચના ને અનૂસરી જરુરી તૈયારી માં જોતરાય જતા હોય છે, હોળી ના આગલા દિવસે જે જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે તે જગ્યાએ ખાખરા સળગાવી ને હોળી ની જગ્યા સાફસૂફ કરવામાં આવે છે ત્યારબાદ જે દિવસે હોળી પ્રગટાવવાની હોય તે દિવસે આખા ગામમાંથી બળદગાડામાં સ્વેચ્છાએ સૌએ લાકડા અને છાણાં એકત્ર કરી ને હોળી ની જગ્યા પર પહોંચાડાય છે, ત્યારબાદ જરુરી પૂજન વિધિ વખતે અડદના ઢેબરાં, અડદના પાપડ ચોખાની પાપડી તથા ડુંડીયા મહુડાના ફૂલમાંથી તૈયાર કરવામાં આવેલ કોરી ભાટી ની પહેલી ધાર પાડીને હોળી માતા નુ આસ્થાભેર પૂજન કરવામાં આવે છે, હોળી પ્રગટાવયા બાદ સૌએ હોળી નો ઉપવાસ કરનારા ઓ એ હોળી ની ફરતે પાંચ ફેરા ફરી નારિયેળ, ચણા અને ધાણી નાંખીને આસ્થાભેર પ્રદક્ષિણા કરે છે, હોળી સળગ્યા પછી હોળી ની મધ્યે રોપવામાં આવેલ ડાંડ અને ઝંડી કઈ દિશામાં પડે તેની પણ અલગ અલગ માન્યતા ઓ હોય છે, જ્યારે હોળી મધ્યે રોપવામાં આવેલ ઝંડી ને આકાશ માં થી ઉડી ને જમીન પર નીચે પડતાં પહેલાં ઝીલી લેનાર કુંવારા ઓ ને પહેલે ખોળે પુત્ર પ્રાપ્તિ થશે ની પણ માન્યતા ઓ રહેલી છે..!
હોળી પ્રગટાવ્યા બાદ હોળી ફરતે આખી રાત મોટલા ઢોલ, દદુડી અને વાંસળી ખળખસીયા ઘૂઘરા ના તાલે નાચી કુદીને આનંદ લૂંટતા હોય છે.

હોળી બાદ બીજા દિવસથી ઠેર ઠેર ચૂલ ના મેળા ઓ યોજાય છે,આદિવાસી ઓ હંમેશા પ્રક્રુતિના રુતુચકૃ કેન્દ્રીત તહેવારો ઉજવવા માં માનનારો સમૂદાય છે આદિવાસી ઓ માટે વર્ષ ની શરૂઆત એટલે અખાત્રીજ, અને હોળી નો તહેવાર ઉજવી ને વર્ષ પુરું તેવું માને છે.
પહેલાં ના સમયમાં વર્ષ દરમ્યાન રાખવા માં આવેલ નોકર -ચાકર પણ હોળી સુધી બંધાયેલ ગણાતો, અને જે વખતે પીયત નું પ્રમાણ ખુબ ઓછું હોવા થી હોળી બાદ ગોવાળ જવા નું પણ બંધ કરી દેવામાં આવતું, ઢોર ઢાંખર પણ છુટ્ટા મુકી શકાય તેવી પ્રથા હતી.

Advertisement

હોળી એ આદિવાસી ઓ માટે વર્ષ નો છેલ્લો તહેવાર ગણાય છે, પુરા વર્ષ દરમ્યાન પ્રક્રુતિ ની ક્રુપા, મહેરથી કુટુંબ- ગામ,ફળીયે સૌ સાજા માજા રહ્યા હોય વર્ષ દરમ્યાન પકવવામાં આવેલ ખેતી ના ધાન ધન પ્રાપ્તિ પણ સારા પ્રમાણમાં થઇ હોય જેની ખુશી માં કુદરત નો આભાર અભિવાદન માનવાં માટે નો તહેવાર એટલે હોળી.
હોળી બાદ છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામોમાં ચૂલ ના મેળા ઓ યોજાય છે, જે પૈકી ના એસ એફ હાઈસ્કૂલ પાછળ છોટાઉદેપુર ઉપરાંત ઝોઝ,પાધરવાંટ, અને રાયસિંગપુરા, ચીસાડીયા,ગુનાટા,તથા પાવીજેતપુરના પાણીબાર,ઝાબ, થાંભલા, કવાંટ તાલુકાના રુમડીયા, કનલવા,ગુગલીયા,બૈડીયા,ભુમસવાડા,નવાલજા,ચિલીયાવાંટ,ચાવરીયા,અસાર,નાખલ ના મુખ્ય ચૂલ ગણાય છે.આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ જગ્યાએ અસંખ્ય મેળાઓ યોજાય છે.

In Chotaudepur district, the eastern belt of the state, Madhya Pradesh border area, after Holi, Chul fairs were held everywhere.

જ્યાં જ્યાં ચૂલ ના મેળા ઓ યોજાય ત્યારે એક ગામ થી બીજા ગામે ચાલતા પગપાળા મેળાની મોજ માણવા ઉમટેલા ખાસ કરીને યુવતીઓ દરેક ગામ પ્રમાણે અલગ અલગ રંગોમાં એક ડિઝાઇનર કપડાં માં મેળા ના ગીતો ગાતાં ગાતાં તેમજ ચાલું સાલે લગ્ન સંબંધો જોડાયા હોય તે ગામો પ્રમાણે ના ગીતો ગાતાં ગાતાં જેને ( લટવુ) તેમ પણ કહેવાય છે.
અહીં ના આદિવાસી ઓ પ્રાચીન સમયથી પ્રક્રુતિ પૂજક સમૂદાય રહ્યો છે, જે આજે પણ પોતે સાક્ષાત અને પ્રત્યક્ષ ખુલ્લી આંખે જોઈ શકાય અને જેનાં વગર જીવ શ્રૃષ્ટીની કલ્પના નહીં તેવા દેવો ને પૂજવામાં માને છે,જેવા કે ધરતી, આકાશ,પવન અગ્નિ, પાણી,સુરજ- ચંદ્ર -તારા, ડુંગરો- પહાડો,નદીઓ, અનાજ ધાન્ય,ઢોર ઢાંખર અને સમગ્ર જીવ શ્રૃષ્ટીની પુજા કરે છે. અગ્નિ એ તેમાંનો જ એક દેવ છે, હોળી બાદ પ્રાચીન સમયથી ચૂલ ના મેળા ઓ યોજાય છે ચૂલ ના મેળા ઓ માં આદિવાસી ઓ વર્ષ દરમ્યાન કોઈ પ્રકારની બીમારીઓને પોતાની આસ્થા થકી દૂર કરવા આવી હોય, અને સૌ સાજા માજા રહ્યા હોય તેમજ આવનારા નવા વર્ષના કોઈ પણ પ્રકારના રોગો કે આપત્તિ ઓ નહીં આવે, નાક ની નસકોરી સુદ્ધા નહીં ફૂટે અને આવનાર વર્ષ ખુબ સારી રીતે આરોગ્ય પ્રદ વીતે, પસાર થાય તેવી કામના ઓ માટે રાખવામાં આવેલ બાધા પૂર્ણ કરવા માટે ખાસ કરીને હોળી પ્રગટાવવામાં આવી હોય તેનાં થી સહેજ દૂર એક ચાર થી પાંચ ફુટ ઉંડો અને છ થી આઠ ફૂટ પહોળો ખાડો ખોદીને અગાઉ થી ખાસ કરીને ખેરના લાકડા માં અગ્નિ પ્રગટાવી ધગધગતા અંગારા પાડવા માં આવ્યા હોય છે, ત્યારબાદ ચૂલ ઉતરવા ની બાધા રાખનારા ઓ ને આખા શરીર પર હલ્દી લગાવી ને વરરાજા ની જેમ તૈયાર કરવામાં આવે છે અને ધોતી ની અસાઢ ધરીને ઢોલીયા માદળ શરણાઈ ઢોલી સાથે ગામ પટેલ અને ડાહ્યા પૂજારા ની આગેવાની માં ચૂલના ગીતો ગાતાં ગાતાં શોભાયાત્રા રુપે આદિવાસી દેવસ્થાન પર લઈ જવા માં આવે છે ત્યાં પૂજન વિધિ કરી ચૂલ ઉતરવા ની જગ્યાએ લઈ જવા માં આવે છે, જ્યાં ગામ ના ડાહ્યા-પૂજારાએ ચૂલ ઉતરવા ની જગ્યાએ જરૂરી પૂજન વિધિ કરી ને હાથમાં તલવાર રાખીને સૌ પ્રથમ ખુલ્લા પગે ચાલીને ચૂલ ઉતરવા નો પ્રારંભ કરે છે ત્યારબાદ ગામ ના અન્ય લોકો જે ચૂલ ઉતરવા ની બાધા રાખી હોય તે ચાલે છે, ચૂલ ઉતરનાર એ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાર પાંચ ડગલાં ચાલી ને માનતા પુરી કર્યા બાદ ચૂલ માંથી પગ ઉઠાવતાં વેંત જ મોટે થી કુરરરરરરુઉઉઉઊઊઊ… એમ કુરરાટી કરી ને બાધા પૂર્ણ કર્યા ની ખૂશી સાથે હાશકારો અનુભવે છે.
ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલીને ચૂલ ઉતરનાર વ્યક્તિ ને કોઈ પ્રકારની ઇજા પહોંચતી નથી, ચૂલ ઉતરવા ઉપરાંત ગામે ગામ થી ઉમટેલા લોકો પોતાના પરંપરાગત આદિવાસી વસ્ત્રો અને આભૂષણો થી સજ્જ થઈ પોતાનાં આદિવાસી વાજિંત્રો મોટલા ઢોલ વાંસળી ખળખસીયા ઘૂઘરા માદળ તથા હાથ માં તીર કામઠુ, ધારીયા,પાળીયા અને કડીવાળા ડિંગા રાખી મન મૂકીને નાચે છે ,આમ આદિવાસીઓ માટે ચૂલ ના મેળા ઓ નુ આસ્થા સાથે સાંસ્કૃતિક રીતે પણ અનેરું મહત્વ છે.

Advertisement
  • હોળી બાદ ગોવાળ જવા નું બંધ કરી દેવામાં આવે છે અને ઢોર ઢાખર છુટ્ટા મુકી શકાય તેવી પ્રણાલી છે.
  • આદિવાસી ઓ હંમેશા પ્રક્રુતિના રુતુચકૃ આધારિત તહેવારો ઉજવવા માં માનનારો સમૂદાય છે.
  • વર્ષ દરમ્યાન રાખવા માં આવેલ નોકર ચાકર હોળી સુધી જ બંધાયેલ ગણાય.
  • અડદના ઢેબરાં અને અડદના પાપડ ઉપરાંત ડુંડીયા મહુડાના ફૂલમાંથી તૈયાર કરવામાં આવેલ કોરી ભાટી ની પહેલી ધાર પાડીને હોળી માતા નુ આસ્થાભેર પૂજન કરવામાં આવે છે.
error: Content is protected !!