Kheda
ડાભસર ગામ મા મગરનુ બચ્ચુ ભુલુ પડી જતાં રેસક્યું કરાયું
(રીઝવાન દરિયાઈ દ્વારા ખેડા: ગળતેશ્વર)
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ડાભસર ગામે સાંજના 5 વાગે પપ્પુભાઈ પરમાર કે જે નર્મદા મેઈન કેનાલે ગેટ કીપરનું કામ કરે છે, તેમનો ગળતેશ્વર તાલુકાના પ્રમુખ રામસિંહભાઈને ફોન આવ્યો કે તેમની ઓરડીમાં એક પાંચ ફુટનો મગર આવી ચઢ્યો છે. તેથી લોકોમાં આશ્ચર્ય સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. રામસિંહભાઈએ ગળતેશ્વર વનવિભાગને જાણ કરી હતી.
અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. રેસ્ક્યુમાં NGOના સભ્યો કૌશિકભાઈ જયેશભાઇ, રાહુલભાઈ અને મુકેશભાઈ તથા વનવિભાગમાંથી ફોરેસ્ટર પ્રદીપભાઈ ભરવાડ રેસ્ક્યુમાં સાથે રહ્યા હતા અને એક કલાકની ભારે જહેમત બાદ તેને રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કર્યા બાદ જાણવા મળેલ કે મગરના મોઢામાં માછલી પકડવાનો હૂક ફસાઈ ગયો હતો. જેથી તેને તાત્કાલિક મેનપુર નર્સરી લઈ જઈ સેવાલિયાના પશુચિકીત્સક અજયભાઇ સોલંકી પાસે સારવાર કરાવી તેને માનવ વસવાટથી દૂર સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો.