Vadodara

ડેસર તાલુકા પંચાયતમાં ભાજપ પાસે હાથી અને કોંગ્રેસના હાથમાં પૂછડું

Published

on

વડોદરા જિલ્લાના ડેસર તાલુકા પંચાયત ઉપર ભાજપનો કબજો છે જેમાં કોંગ્રેસના સાત સભ્યો ચૂંટાયા હતા ત્યારે આજરોજ સાત સભ્યો પૈકી મણીભાઈ જાદવ, મિતેશભાઈ પટેલ, મણીબેન પરમાર, કૈલાશબેન રાઠોડ અને આરતીબેન પટેલે કોંગ્રેસને અલવિદા કરી ભાજપ સાથે જોડાયા હતા જ્યારે કોંગ્રેસનો આખો હાથી ગયા બાદ પૂછડું રહી ગયું હોય તેવા ઘાટ થયા હતા બે જ સભ્યોએ કોંગ્રેસની રહી સહી આબરૂ બચાવી હતી.

એક સમયે સાવલી અને ડેસર કોંગ્રેસનો ગઢ ગણાતો હતો પરંતુ ભાજપે એકવાર ગાભડું પાડ્યા બાદ આ ગઢ માટીનો ઢગલો બની ગયો હતો. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રમુખ સતીશ નિશાળીએ પાંચ સભ્યોને ખેશ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

Advertisement

એક જમાનામાં આ તાલુકામાં કોંગ્રેસની બોલબાલા હતી અને હવે કોંગ્રેસને અહીં મતદારો સાથે તેમના ચૂંટાયેલા સભ્યો પણ તરછોડી રહ્યા છે ત્યારે કોંગ્રેસે આ વિષય ઉપર મનોમંથન કર્યા પછી જ લોકસભામાં ભાજપ સામે બાથ ભીડવી જોઈએ

જ્યારથી સાવલી તાલુકામાં કેતન ઇનામદાર ધારાસભ્ય બન્યાછે ત્યારથી સાવલી ડેસરમાં કોંગ્રેસ ની દશા બેઠી છે કેતન ઇનામદાર ની કાર્યશેલી મિલનસાર સ્વભાવ અને સૌને સાથે લઈને ચાલવાની કાર્યપધ્ધતિ થી આકર્ષાઈ ને કોંગ્રેસ ના કેશરિયા થઈ રહ્યા છે

Advertisement

Trending

Exit mobile version