Crime
ડેસરમાં હત્યારાએ બેરહેમીથી આધેડ પુરુષની હત્યા કરી, શરીરના બે ટુકડા કર્યા એક કેનાલ ના ઢાળીયામાં તો બીજો ખેતર માં નાખી દીધો
(ડેસર)
ડેસર ભાટપુરા રોડ ઉપર આવેલી હિરૂ તલાવડી નજીક ખેતર એક આધેડ પુરુષ ના બે કટકા કરેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી હત્યારાએ એટલી નિર્દયતાથી હત્યા કરીકે લોકો આરોપી પ્રત્યે ધિક્કાર વ્યક્ત કરી રહ્યા છે શેતાનને પણ શરમાવે તેવી રીતે હત્યા કરવામાં આવી હતી. હત્યારાએ હત્યા કર્યા બાદ લાશના બે ટુકડા કરી બે કોથળામાં પેક કરી એક કોથળો કેનાલના ઢાળિયામાં તો બીજો કોથળો નજીકમાં આવેલા ખેતર માં નાખી દીધો હતો આ હત્યા પાછળ નું કારણ અને હત્યારા ને સોધવા માટે ડેસર તેમજ વડોદરા જિલ્લાની વિવિધ ટીમો તપાસ ચલાવી રહીછે
ડેસર ના માયા ટેકરા ખાતે રહેતા ભીખાભાઈ કાળુભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહી ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા હતા જ્યારે મોટો દિકરો કંપની માં નોકરી કરે છે નાનો પિતા સાથે રહી મજૂરી કરે છે
ભીખાભાઈ પરમાર છેલ્લા ત્રણ દિવસથી ઘરે નહીં આવતા ઘરના લોકો એ શોધખોળ આરંભી હતી અગાઉ પણ નવા કેશરા ના મુવાડા ના ભરતભાઈ પરમાર ના ખેતરમાં ડાંગર કાપવા માટે ગયા હતા ત્યારે ત્રણ દિવસે ઘરે આવ્યા હતા તા ૧૦ મી નવેમ્બરે રાત્રે ભીખાભાઇ પરમાર ડેસર ના માયા ટેકરા ખાતેના ઘરે આવ્યા હતા ત્યારબાદ તા ૧૧ મી નવેમ્બરે. સવારે આઠ વાગે મજૂરીએ જાઉં છું તેમ જણાવી ઘરેથી નીકળ્યા હતા બીજા દિવસ સુધી ઘરે નહીં આવતા પરિવારજનો આસપાસ માં શોધવા નીકળ્યા હતા પરંતુ ક્યાંય મળી આવ્યા નહોતા.
તા ૧૪ નવેમ્બરે ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ બપોરે ના અરસામાં હિરૂ તલાવડી નજીક ખેતર ના શેડા ઉપરથી પસાર થતી કેનાલના ઢાળીયા માંથી કોથળામાં પેક કરેલી ભીખા પરમારની અડધી લાશ મળી આવી હતી પરિવારે તાત્કાલિક ૧૦૦ નંબર ઉપર બનાવની જાણ કરાતા ડેસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે જીણવટ ભરી શોધખોળ કરતા નજીકમાં આવેલા કપાસના વાવેતર વાળા ખેતરમાંથી સફેદ રંગના કોથળામાંથી કમરથી ઉપરનો ભાગ મળી આવ્યો હતો ડેસર પોલીસે ભીખા પરમાર ના મૃતદ્દેહ ના બંને ટુકડા ડેસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે મોકલી આપી હત્યારાની શોધખોળ આરંભી હતી હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે તાત્કાલિક ધોરણે ડોગ્ સ્ક્વોડની મદદ લીધી હતી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો હત્યારાની શોધમાં લાગી છે