Connect with us

Gujarat

પાંચ વર્ષમાં ૭૨૧૧ છાત્રોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં લીધો પ્રવેશ

Published

on

સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવવાનું વાલીઓમાં ચલણ વધતા પાંચ ખાનગી શાળાને લાગ્યા તાળા
શાળાઓમાં ભૌતિક સુવિધાઓની વૃદ્ધિ અને ટેક્નોલોજીના વિનિયોગથી વડોદરા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અપાઇ રહેલા ગુણવત્તાયુક્ત શિક્ષણને પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં ૭૨૧૧ છાત્રોને તેમના વાલીઓએ ખાનગી શાળાનું શિક્ષણ છોડાવી દીધું છે અને તેને સરકારી પ્રાથમિક શાળામાં નામાંકન કરાવ્યું છે. છેલ્લા એક અરસામાં નાગરિકોનો વિશ્વાસ સંપાદિત કરવામાં વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર સફળ રહ્યું છે, તે વાતની પ્રતીતિરૂપ આ બાબત છે.

છેલ્લા પાંચ વર્ષ એટલે કે ૨૦૧૯-૨૦થી ૨૦૨૪-૨૫ દરમિયાન ખાનગી શાળા છોડી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ લેનારા બાળકોની સંખ્યા અનુક્રમે જોઇએ તો ૮૦૬, ૧૧૯૨, ૧૯૨૪, ૧૨૭૩, ૬૭૫, ૧૩૪૧ મળીને કુલ ૭૨૧૧ થાય છે. આ પાંચ વર્ષના સમયગાળામાં સૌથી વધુ પાદરા તાલુકામાં ૧૭૫૪ બાળકોએ ખાનગી શાળાનો મોહ છોડી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું કે, આ જ સમયગાળા દરમિયાનની અન્ય તાલુકાની સંખ્યા જોઇએ તો ડભોઇમાં ૧૦૫૬, ડેસરમાં ૪૨૩, કરજણ તાલુકામાં ૧૦૫૯, સાવલીમાં ૧૦૯૧, શિનોરમાં ૩૫૨, વડોદરા તાલુકામાં ૭૯૫, વાઘોડિયા તાલુકામાં ૬૮૧ બાળકોનું ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળામાં નામાંકન થયું છે.

Advertisement

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ, સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય સહિતની સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા બાળકોના શિક્ષણ માટે ફાળવવામાં આવી છે અને તેની સકારાત્મક અસર વાલીઓ ઉપર જોવા મળી રહી છે. વાલીઓ ખાનગી શાળાનો મોહ છોડી સરકારી શાળામાં પોતાના સંતાનોને દાખલ કરાવી રહ્યા છે.

શિક્ષકો પણ ઉત્સાહથી શિક્ષણ કાર્ય કરતા હોવાથી બાળકોની રસરૂચિમાં વૃદ્ધિ થાય છે. વડોદરા જિલ્લામાં કેટલીક શાળાઓમાં શિક્ષકો પેમ્ફલેટ છપાવી ગામમાં વિતરણ કરી શાળામાં પ્રવેશ લેવા માટે વાલીઓને પ્રોત્સાહિત કરે છે. સરકારી શિક્ષકો પણ ખાનગી શાળાઓને ટક્કર મારે એવી પ્રવૃત્તિ કરી બાળકોને આકર્ષી રહ્યા છે.

Advertisement

રાજ્ય સરકાર સરકાર દ્વારા આ વખતના બજેટમાં સૌથી વધુ નાણાકીય જોગવાઇ શિક્ષણ માટે કરી છે. આ બાબત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેના પરિણામો પણ મળી રહ્યા છે. સરકારી શાળાઓમાં સુવિધા વધતાની સાથે બાળકોનું આકર્ષણ ખાનગી શાળાઓ પ્રત્યે ઓછું થયું છે અને તેના પરિણામે જિલ્લામાં છેલ્લા એક અરસામાં પાંચ જેટલી ખાનગી શાળાને તાળા પણ લાગી ગયા છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!