Dahod
હાલોલ ટાઉન પી.એસ.આઇ ચૌધરી સામે જ ત્રણ સવારી એકટીવા ચાલક યુવાનો ફરાર થયા
(અવધ એક્સપ્રેસ દ્વારા)
હાલોલ નગરની ટાઉન પોલીસ પાવાગઢ બાયપાસ ચોકડી ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી જેમાં ટાઉન પીએસઆઇ કે.એ.ચૌધરીની હાજરીમાં આવતા જતા વાહન ચાલકોનુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નંબર પ્લેટ વિનાની બાઇકો, કાર તેમજ માલ વહન કરતા ભારદારી વાહનોનું ચેકિંગ હાથ ધરવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન એક એકટીવા ઉપર ત્રણ સવારી મસ્તીખોર યુવાનો આવતા હોય પોલીસે તેને રોકવાના પ્રયાસ કર્યા પરંતુ ત્રણ સવારી હોવા છતાં યુવાનો ઉભા રહ્યા નહીં અને પીએસઆઇ કે.એ. ચૌધરી તથા અન્ય પોલીસ કર્મીઓને હાથતાળી આપી એકટીવા ચાલક ફરાર થઈ ગયો ટાઉન પોલીસ પકડદાવ રમતા હોય તેમ પકડો પકડોની બૂમો પાડતા રહ્યા અને એકટીવા ચાલક યુવાનો નાસી છૂટયા એક્ટિવા ને પકડવા પોલીસ કર્મીઓ ચેકિંગ દરમિયાન ઉભી રખાવેલી બાઈક ઉપર સવાર થઈ આંઠ-દસ કીક માર્યા બાદ ચાલુ થયેલી બાઈક લઇ એકટીવા ચાલક પાછળ દોડયા છતાં એકટીવા ચાલક ત્યાં સુધી અદ્રશ્ય થઈ ગયો જ્યારે પોલીસના એક ઇશારે પોલીસ ને માન આપી બાઈક ઉભી કરી દેનાર બાઈક ચાલકો દંડને પાત્ર બન્યા હતા.
હાલોલ ટાઉન પોલીસ દ્વારા વાહન ચાલકો સામે જે રીતે કડકાઈથી દંડાત્મક અને કોઈની શેર શરમ વિના જે રીતે કાર્યવાહી કરી તે આવકારદાયક છે અને આવી જ કામગીરી હાલોલમાં ચાલતા જુગારના અડ્ડા દેશી તથા વિદેશી દારૂના અડ્ડા તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિ ઉપર કાર્યવાહી કરે તો હાલોલ નગરમાં ગુનાઓનું પ્રમાણ ઓછું થઈ જાય હાલમાં હાલોલ નગરમાં જુગાર, દેશી તથા વિદેશી દારૂની બદી વધી જવા પામી છે ટાઉન પોલીસ આવી જ કામગીરી
બુટલેગરો અને જુગારના અડ્ડા માલિકો ઉપર કરે તેવી લોક માંગણી ઊઠવા પામી છે
* હાલોલ ટાઉન પોલીસ બુમો પાડતી રહી ને ત્રણ સવારી એક્ટિવા ચાલક પોલીસ ને છેતરી ગયા
* હાલોલ નગરમાં જુગાર, દેશી તથા વિદેશી દારૂની બદી વધી જવા પામી છે ટાઉન પોલીસ આવી જ કામગીરી બુટલેગરો અને જુગારના અડ્ડા માલિકો ઉપર કરે તેવી લોક માંગણી ઊઠવા પામી છે
* પોલીસના એક ઇશારે પોલીસ ને માન આપી બાઈક ઉભી કરી દેનાર બાઈક ચાલકો દંડને પાત્ર બન્યા
* હાલોલ બાયપાસ ઉપર વાહન ચેકિંગ દરમિયાન ત્રણ સવારી મસ્તી ખોર યુવાનો પીએસઆઇએ ઈશારો કર્યો છતાં પણ ના ઉભા રહ્યા