Gujarat

ઘોઘંબામાં પરણીતાને મેસેજ કરવાના મુદ્દે થયેલ હુમલામાં ઘાયલ યુવાન નું મોત

Published

on

(પ્રતિનિધિ ગોકુળ પંચાલ)

ઘોઘંબા તાલુકાનાં ફરોડ ગામના યુવાનને દાઉદ્રા ગામની પરણીતા સાથે આડા સબંધ ની શંકાએ  થોડા દિવસ અગાઉ યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેનુ આજરોજ વડોદરા સયાજી હોસ્પીટલ ખાતે મોત નિપજતાં પરીવાર માં શોક છવાયો હતો તો બીજી તરફ પોલીસ દ્વારા હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

Advertisement

બનાવ ની પ્રાપ્ત વિગતો અનુસાર  ફરોડ ગામના પ્રજ્ઞેશ ભાટીયા ઘોઘંબા વ્રજ વિહાર સોસાયટી માં પોતાના પરિવાર સાથે રહેતા હતા અને ઘોઘંબા માં જુના જકાતનાકા પાસે હેર કટીંગ સલૂન ચલાવતા હતા  17 સપ્ટેમ્બરના રોજ દાઉદ્રા ગામનો કૌશિક અજીતસિંહ ચૌહાણ નામનો ઈસમ તેની સાથે આઠ થી દસ લોકો સાથે ઈકકો ગાડી લઈ મૃતક પ્રજ્ઞેશ ભાટીયા ના ઘરે ધસી આવેલો અને તેની સાથે ઝઘડો કરી જણાવેલ કે તું મારી પત્ની ને મેસેજ કેમ કરું છું એમ જણાવી અચાનક પોતાની સાથે ના માણસો સાથે આ યુવક ઉપર તૂટી પડેલા અને યુવક પ્રજ્ઞેશ ભાટીયા ને જીવલેણ ઇજાઓ પહોંચાડી તેને ઇકો ગાડી માં નાખી ઉઠાવી ગયા હતા.  ત્યારબાદ પોલીસ મથકે જતાં પોલીસે યુવક ની ઇજાઓ ને જોતા યુવક ને સારવાર માટે હોસ્પીટલ પહોંચાડયો હતો પરંતુ ગંભીર ઇજાગ્રસ્ત યુવક ને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો

જ્યાં છેલ્લા 13 દિવસ થી યુવકની સારવાર ચાલી રહી હતી જેનું આજરોજ સારવાર દરમ્યાન મોત થતાં પરીવારમાં રોકકળ મચી જવા પામી છે બીજી તરફ રાજગઢ પોલીસ દ્વારા જે તે સમયે કૌશિક અજીતસિંહ ચૌહાણ અને તેના બે સાથીદારો સામે પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી હતી પરંતુ ઇજાગ્રસ્ત યુવક નું મોત થતાં રાજગઢ પોલીસ ને આ અંગે જાણ થતાં પી એસ આઈ આર એસ રાઠોડ પણ સયાજી હોસ્પીટલ ખાતે પહોંચ્યા હતા બીજી તરફ ગ્રામજનોએ હુમલા માં સંડોવાયેલા આરોપીઓ સામે હત્યા નો ગુનો નોંધવામાં આવે અને નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે

Advertisement

આજરોજ યુવાનનો મૃતદેહ ફરોડ આવતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને યુવાનના મોત પાછળ જવાબદાર કૌશિક અજીતસિંહ ચૌહાણ તથા તેના સાથીદારોની ધરપકડ કરવા અને તેમની સામે હત્યાનો ગુનો નોંધવા માંગ કરી મૃતદેહ ને અગ્નિસંસ્કાર કરવાનો ઇનકાર કર્યો હતો આ મામલાને થાળે પાડવા ગયેલી પોલીસ નો ગ્રામજનોએ ઘેરો ઘાલતા અન્ય તાલુકાની પોલીસ બોલાવવાની ફરજ પડી હતી  ગ્રામજનોએ યુવાનના મૃતદેહ ને રાજગઢ પોલીસ સ્ટેશને લાવી હલ્લો મચાવ્યો હતો આરોપી સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. રાજગઢ પોલીસ દ્વારા આ બાબતે કાયદેસર ની કાર્યવાહી કરવાની તેમજ હત્યા સબંધી ગુનો દાખલ કરવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો અને ગ્રામજનોએ યુવાનના મૃતદેહ ને ફરોડ ગામે લઈ જઈ અગ્નિ સંસ્કારની વિધિ પૂર્ણ કરવાની તૈયારી કરી હતી

 

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version