Panchmahal
ગોધરા તથા વેજલપુર માં ચાઇનીઝ દોરી વેચતા ઇસમો ઝડપાયા

ગોધરા શહેર મોદીની વાડી નં.ર તેમજ વેજલપુરના રીંછીયા ગામે તેમજ ગોધરા તાલુકાના કંકુથાભલા ગામમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના રીલ નંગ-૨૬૧ કુલ કિ.રૂ.૫૦,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને પકડી પાડતી પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાચ પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા નાઓએ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓને અત્રેના જિલ્લામાં ચાઈનીઝ દોરીઓનો ઉપયોગ કરવામા માનવની જાહેર માર્ગો ઉપરથી અવર-જવર કરતા રાહદારીઓ તથા પશુ પક્ષીઓને જીવલેણ ઈજાઓની દુર્ઘટનાઓ મકરસક્રાંતિ આવતી હોય જે ચાઇનીઝ દોરી તેમજ તુક્કલનુ પ્રતિબંધ હોવા છતા વેચાણ ન થાય તે સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઇ એલ.સી.બી. ગોધરા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને ચાઇનીઝ દોરી તેમજ તુક્કલનું વેચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઇડો કરવા સુચના કરેલ.
જે સુચના અન્વયે ડૉ. એમ.એમ.ઠાકોર પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એસ.આર.શર્મા પો.સ.ઈ. એલ.સી.બી, ગોધરા તથા એલ.સી.બી. ના સ્ટાફના પોલીસ માણસો ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.આર.શર્મા પો.સ.ઇ. એલ.સી.બી. ગોઘરા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે
(૧) હર્ષીલ પીયુષભાઇ પટેલ રહે. મોદીની વાડી નં.ર ગોધરા
(ર) રવી મનસુખભાઇ રાણા રહે. મોદીની વાડી નં. ૨ ગોધરા
(૩) માધવ પુર્વજભાઈ પટેલ રહે. મોદીની વાડી નં.ર ગોધરા નાઓ ભેગા મળી ચાઈનીઝ દોરાનો જથ્થો લાવી અને હર્પીલ પીયુષભાઇ પટેલ નાઓના ઘરે સંતાડી રાખી વેચાણ કરે છે તેમજ
(૪) સંજયસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ રહે. રીંછીયા પોસ્ટ ફળીયુ તા.કાલોલ જી.પંચમહાલ તેમજ કંકુથાંભલા ચોકડી ઉપર ઘનશ્યામ પ્રોવીઝન સ્ટોર તા.ગોધરા ખાતેથી
(૫) કલ્પેશકુમાર છત્રસિંહ પટેલ રહે. મોર ડુંગરા મંદીર ફળીયુ તા.ગોધરા નાઓ ચાઇનીઝ દોરી સંતાડી રાખી વેચાણ કરે છે તેવી મળેલ બાતમી આધારે રેઇડ કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ છે.
ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તથા વેજલપુર પોલીસ સ્ટેશન તથા ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા મેજીસ્ટ્રેટ પંચમહાલ,ગોઘરાના હુકમ નંબર-પલસ/મજસ/ વશી/૪૦૯૫/૨૦૨૨ તા.૨૮/૧૨/૨૦૨૨ના જાહેરનામા નો ભંગ કરતા આરોપીઓ વિરૂધ્ધમાં ઈ.પી.કો. કલમ ૧૮૮ મુજબ ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે.