Connect with us

Panchmahal

ગોધરામાં ફુડ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓમાં કરાયું સઘન ચેકીગ

Published

on

In Godhra, the food department conducted intensive checks on food trucks

ગોધરામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગોધરા બસ સ્ટેશન થી બગીચાના વિસ્તારમાં આવેલ કુલ-૧૮ ખાણીપીણીની લારીઓમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં વિવિધ ખાણીપીણીની લારીઓમાંથી કુલ-૪ શંકાસ્પદ નમુનાઓ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. આ સાથે તપાસ દરમ્યાન બિન આરોગ્યપ્રદ ક્લરવાળી ચટણીનો ૬૦ લીટર, કલર ૧.૫ કિ.લો અને આજીનો મોટોનો ૧ કિ.ગ્રાનો જથ્થો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે.

In Godhra, the food department conducted intensive checks on food trucks

૩ લારીઓને ફુડ સેફ્ટી એકટ, રુલ્સ, રેગ્યુલેશન હેઠળ નોટીસ ફટકારવામાં આવી હતી. ખાણીપીણીની લારીઓમાં ચેકીંગથી વેપારીઓમાં ભેળસેળ કરવા અંગે ડર ફેલાયો છે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Advertisement
error: Content is protected !!