Vadodara
સાવલી તાલુકાના ગોઠડા ગામે એલ સી બીની ટીમે ચાઇનીસ દોરી સાથે કરી એક ની ધરપકડ
સાવલી તાલુકાના ગોઠડા ગામે વડોદરા ગ્રામ્ય એલ સી બી ની ટીમે ચાઇનીસ દોરી 58 રીલ 17400 રૂપિયા ના જથ્થા સાથે એક ની ધરપકડ કરી ને જેલ ભેગો કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે
સમગ્ર રાજ્યમાં ઉતરાયણ પર્વ નિમિત્તે કહેવાતીચાઈનીઝ દોરી અને તુંક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે પરંતુ ઠેર ઠેર ભારે વિપુલ માત્રામાં ચાઈનીઝ દોરી વેચાઈ રહી છે અને અનેક નિર્દોષ રાહદારી ઓ સહિત ના ઓના જીવનો ભોગ લીધો છે તેના પગલે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ભારે સતર્ક થઈને પતંગ ચગાવવા ઉપયોગ માં લેવાતી જોખમીચાઈનીઝ દોરી વેચનારા તત્વોને દબોચી રહ્યા છે તેવામાં વડોદરા ગ્રામ્ય પોલીસ ની એલસીબી ટીમે ગોઠડા ગામે દરોડો પાડીને મહાકાળી પ્રોવિઝન સ્ટોર માં થી 58 રિલ કિંમત રૂપિયા 17400 ની કિંમત નો જથ્થા સાથેગોઠડા ગામ ના અજયભાઈ,ચંદુભાઇ સોલંકી નામના યુવકની ધરપકડ કરીને સાવલી પોલીસ ના હવાલે કર્યો છે જ્યારે સાવલી તાલુકામાં ખુલ્લેઆમ ચાઈનીઝ દોરી નું વેચાણ છે તેમ છતાં ય સ્થાનિક પોલીસ ની કામગીરી અને ઉદાસીનતા સામે સવાલો ઊભા થયા છે.
સાવલી તાલુકામાંથી પાંચમી તારીખે 72 નંગ રીલ 16,800 ના મુદ્દા માલ સાથે એકની ધરપકડ કરી હતી. ત્યારબાદ 7 તારીખે વાંકાનેર ગામેથી 101 રીલ 28,200 ના મુદ્દામાલ અને આજે ગોઠડા ગામેથી 58 રિલ 17400 ના મુદ્દા માલ સાથે યુવકને ઝડપી પાડ્યો છે જ્યારે સ્થાનિક પોલીસ એક પણ રીલ ઝડપી પાડવામાં નિષ્ફળ નિવળી છે સાથે સાથે આ ગુનામાં ઝડપાયેલ આરોપીને પોલીસ મથકમાં જ જામીન મળી જતા હોવાથી જીવલેણ દોરી ના વેપલા ને વેગ મળ્યો છે જેથી આ પ્રતિબંધિત દોરી નું વેચાણ અટકે તે માટે નક્કર કાર્યવાહી અને કડક સજા થાય તેવી પણ માંગ ઉઠી છે
તસવીર:ઇકબાલહુસેન લુહાર