Gujarat

GPBS ‘દેશ કા એકસ્પો’માં રાજકોટને આંગણે પધારશે વિશ્વભરના ઉદ્યોગવીરો!

Published

on

ભારતને પુનઃ વિશ્વગુરૂ બનાવવા અને ‘ઉદ્યોગ થકી ઉન્નતિ’નો મંત્ર સાર્થક કરવા સરદારધામ બન્યું મોભી

રાજકોટ: સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ આગામી જાન્યુઆરી ૨૦૨૪માં એક અદ્દભૂત,અભૂતપૂર્વ અને અવિસ્મરણીય અવસરનું યજમાન બનશે. હા, વૈશ્વિક કક્ષાએ જેમના નામના ડંકા વાગે છે એવી સંસ્થા સરદારધામના નેજા તળે ગ્લોબલ પાટીદાર બીઝનેશ સમિટ (જીપીબીએસ) ૨૦૨૪ તા.૭,૮,૯,૧૦ જાન્યુઆરીના રોજ થશે જે અનુસંધાને દેશકા એકસ્પો’નું લાજવાબ
આયોજન થયું છે. જેમાં વિશ્વભરના ઉદ્યોગવીરો ઉમટી પડવાના છે.

Advertisement

ભારતને પુનઃવિશ્વગુરૂ બનાવવા માટે વિવિધ ક્ષેત્રે અપ્રતિમ પ્રગતિ કરવી પડશે ને એમાં ઉદ્યોગોનું પ્રદાન નોંઘનીય હશે તો એ વિચારને મૂર્તીમંત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના દાયકાના શાસનમાં આત્મનિર્ભર ભારત, મેઇક ઇન ઇન્ડિયા, નવા એન્ટરપ્રીન્યોર તૈયાર કરવા યુવાધનને તક આપવી, મહિલાઓની સહભાગિતા જેવા કન્સેપ્ટ આપ્યા છે જે આ એકસ્પોમાં સાકાર થશે. વિશ્વના ૩૫ થી વધુ દેશોમાં ઉદ્યોગ સાહસિકો સમક્ષ દેશની ઘરેણું બ્રાન્ડ અને સ્થાનિક ઉત્પાદનોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચાડવામાં રાજકોટનો એકસ્સો પ્લેટફોર્મ બની રહેશે ઓપન બીઝનેશ કેટેગરી અને ઓપન ફોર ઓલ એવા આ એક્સ્પોમાં દેશ-વિદેશના નામી-અનામી ઉદ્યોગકારો, એકિઝબિટર્સ, વિઝિટર્સ એક પ્લેટફોર્મ પર આવી ઇન્ટરેક્ટ
કરશે જેથી પરસ્પર જોડાણ થશે ને એમ બનશે.સૌને બેનિફિટ મળશે. ઉદ્યોગના વિકાસ માટે આ પ્રક્રિયા મહત્વની બની રહેશે એક્સ્પોમાં યુવાધન ઉમટી પડવાનું હોવાથી તેમને સફળ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટસ નું માર્ગદર્શન મળશે ને એમ સફળ લોકોનો પ્રેરણા થકી આપણું યુવાધન શિક્ષિત અને દીક્ષિત થશે એટલે અત્યારથી જ નવયુવકો-યુવતીઓ રાજકોટના એકસ્પોમાં જોડાવા તૈયારી કરી રહ્યા છે.

રાજકોટના ૧૫૦ ફુટ રિંગ રોડ પર ૧ લાખ ચોરસમીટર જગ્યા પર ડીઝાઇન થયેલા એકસ્પોમાં ૧૧૦૦ થી વધુ સ્ટોલ્સ માટે પ્લાનિંગ થયું છે. પણ અત્યારથી જે રીતે ઉદ્યોગવીરોએ બુકિંગ માટે ધસારો કર્યો છે. એ જોતાં લાગે છે કે સ્ટોલ્સ માટે પુનઃ વિચારણા કરવી પડશે કેમકે સ્ટોલ બુકિંગ માટે રીતસર લાઇનો લાગી છે એમ કહેવામાં ખોટું નથી કેમકે આવી અમૂલ્ય તક ફરી કયારે આવે ? કેમકે અહીં ૧૦ લાખથી વધુ દેશ- વિદેશી મુલાકાતીઓ પધારનારા છે. વળી ગ્રામ્યથી લઇ આંતરરાષ્ટ્રીય કક્ષાના સેલર્સ-બાયર્સ અહીં ઉપલબ્ધ થશે તો નવા ડીલર્સ. ડિસ્ટ્રિબ્યુટર્સ, રીટેલર્સની નવી ચેનલ બનશે

Advertisement

રાજકોટના એક્સ્પોના ઇવેન્ટ ઓર્ગેનાઇઝર સરદારધામ અને ઇવેન્ટ પાર્ટનર શ્યામ આર્ટ ગ્રુપ ઓફ કંપનીઝના આ વૈશ્વિક કદમને સપોર્ટ કરવા ડાયમંડ સ્પોન્સર અર્જુન જવેલર્સ, પ્લેટીનિયમ સ્પોન્સર ઉમિયા ટી અને યુનિટી સીમેન્ટ તથા ગોલ્ડ સ્પોન્સર કિંગ પાઇપ્સ અને રેન્જ સીરામીક સહભાગી સ્પોન્સર બન્યા છે. સ્વાભાવિક છે કે આવા વિખ્યાત સ્પોન્સર જોડાતા હોય ત્યારે એકપો કેવો ભવ્યાતિભવ્ય હો એ આપણે કલ્પના કરી શકીએ.

રાજકોટના એકસ્પો માટે ઠેર ઠેર પ્રમોશનલ પ્રોગ્રામ્સ થઇ રહ્યા છે. આવો જ એક પ્રોગ્રામ સુરેન્દ્રનગર ખાતે સરદારધામ, સમસ્ત પાટીદાર કર્મયોગી પરિવાર તથા શ્રી ઉમાખોડલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગરના સંયુકત ઉપક્રમે સરદારધામના પ્રમુખસેવક અને સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ શ્રી ગગજીભાઈ સુતરિયાની નિશ્રામાં યોજાઇ ગયો જયાં રાજકોટના એક્સ્પોમાં અત્યારથી જ સ્ટોલ બૂક કરાવી દેવા અને વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપવા સૌએ ખાતરી ઉચારી હતી.

Advertisement

Trending

Exit mobile version