Connect with us

Chhota Udepur

છોટાઉદેપુર નગરની ગુરુકૃપા સોસાયટીમાં કચરાના ઢગલા સાથે ગટરો ફૂલ થઈ સ્વચ્છતા નામનું મીંડું

Published

on

In Gurukrupa Society of Chhotaudepur Nagar, the drains overflowed with garbage heaps, the name of cleanliness.

પ્રતિનિધિ, કાજર બારીયા

છોટાઉદેપુર નગરમાં આવેલ વોર્ડ ન ૪ની ગુરુકૃપા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી કચરાના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે. જેની સાથે સાથે ગટરોમાં પણ ભારે ગંદકી જોવા મળી રહી છે. જે આવનારા ભવિષ્યમાં રોગચાળો નોતરે તો નવાઈ નહિ ગટરો ની આસપાસ ભારે મચ્છરો અને દુર્ગંધના સામ્રાજ્યથી રહીશો પરેશાન થઈ ગયા છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. નિયમિત સાફ સફાઈ ન થવાના કારણે રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. પરંતુ સ્વચ્છતાંના નામે મીંડું જેવો ઘાટ છે. સફાઈ કહેવા છતાં નિયમિત ન થતા પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવે તેમ છે.

Advertisement

In Gurukrupa Society of Chhotaudepur Nagar, the drains overflowed with garbage heaps, the name of cleanliness.
છોટાઉદેપુર નગરમાં છેલ્લા ઘણા સમયથી ગંદકી અંગે પ્રજા ફરિયાદો કરે છે. જેના ભાગરૂપે વોર્ડ નં ૪ના વિસ્તારમાં સક્રિય જનતા અને આગેવાનો દ્વારા વધુ ફરિયાદો આવે છે. વોર્ડ નં૪ ના ગુરુકૃપા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરમાં કચરો અને ગંદકીની સાફ સફાઈ ન થતી હોય તેવી ફરિયાદો ઉઠી છે. ગટરોમાં ભારે ગંદકી અને માથું ફાડીનાખે તેવી અસહ્ય દુર્ગંધ થી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જે ગંદકી વહેલી તકે સાફ કરવામાં આવે તે જરૂરી છે. ઉભરાતી ગટરો, સાથે ગંદકીના ઢગલા એ જાણે સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડાવી દીધા હોય તેવું જોવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં નગરપાલિકા હાલ વહીવટદારના હવાલે છે. ઘણા વિસ્તારોમ અસહ્ય ગંદકીના કારણે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે સાથે ઉભરાતી ગટરો પાણીજન્ય રોગ ડેન્ગ્યુ મેલેરિયા, ટાઈફોડ જેવી બીમારીઓને નોતરી શકે છે. જેના કારણે નગરને સ્વચ્છ રાખવું એ ખૂબ જરૂરી થઈ પડ્યું છે. પરંતુ ચૂંટણી લંબાઇ ગઈ છે. જ્યારે હાલ કોઈ સભ્ય કોર્પોરેટર સત્તામાં નથી અને નગર સેવકો જોવા મળતા નથી. જ્યારે વોટ મંગવાનો હોય ત્યારે કીધું કામ થાય છે તેવી વાતોએ જોર પકડયું છે.

 

Advertisement
error: Content is protected !!