Panchmahal
હાલોલ માં શ્વાનોનો આતંક બાળક ઉપર હુમલો કરતાં ઘાયલ

સુરેન્દ્ર શાહ દ્વારા
હાલોલ ખાતે ગાયો અને આખલાઓના ત્રાસ બાદ હવે રખડતા શ્વાનોનો આતંક વધવા માંડ્યો છે આજે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ પતંજલિ સ્ટોર ની પાછળના ભાગે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જીતુભાઈ જેવો પાવાગઢ ખાતે રોપવેમાં ફરજ બજાવે છે તેમનો દીકરો જેની ઉંમર અંદાજે છ વર્ષની છે તે સવારે 11:00 વાગે ગુજરાત હાઉસિંગ બોર્ડના કમ્પાઉન્ડમાં રમતો હતો તે વખતે ચારથી પાંચ રખડતા શ્વાનોએ બાબા પર હુમલો કરી તેના પ્રાઇવેટ પાર્ટ ઉપરાંત શરીરના અન્ય ભાગોએ બચકા ભરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો
તેને પ્રાથમિક સારવાર હાલોલ ખાતે આપ્યા બાદ વધુ સારવાર અર્થે ગંભીર હાલતમાં વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યો છે હાલોલ પાલિકા દ્વારા રખડતી ગાયો રખડતા આખલાઓ ને પકડીને ઢોરવાડામાં પુરવામાં આવતા નથી પરિણામે ગાયો અને આખલાઓ દ્વારા પણ ઘણા બધા માણસોને ઇર્જાઓ થયાનું રેકોર્ડ પર છે હવે વધુ એક શ્વાનનો આતંક આજે સપાટી પર આવતા નગરપાલિકા દ્વારા શ્વાનોની નસબંધીની કામગીરી હાથ ધરવામાં આવશે ખરી કે પછી નાના બાળકો કે નાગરિકો શ્વાનો ભોગ બન્યા કરશે