National
“માં” કુદરતનું સર્વશ્રેષ્ઠ સર્જન છે
(સુરેન્દ્ર શાહ દ્વારા)
માં એ કુદરતનું સર્વશ્રેષ્ઠ સર્જન છે તારીખ 14 મેને માતૃ વંદના દિવસ તરીકે અથવા તો મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે માતા ચાહે ગમે તે સ્વરૂપમાં હોય ચાહે તે માનવ સ્વરૂપમાં હોય કે પછી પશુ કે પક્ષીના સ્વરૂપમાં હોય પરંતુ પ્રત્યેકમાં પોતાના જીવમાંથી જીવ પેદા કરે છે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે માટે જ ગુજરાતીમાં પ્રસિદ્ધ કહેવત છે માં તે માં બીજા વગડાના વા માતા બાળકના જન્મ પહેલા તેના બધા જ મોજ શોખ અને દેખાવને કોરાને મૂકીને માત્ર સ્વસ્થ અને તંદુરસ્ત બાળક અવતરે તે માટે તેને ભાવતા તમામ ભોજન ને બાળકના જન્મ અને જન્મ બાદ જ્યાં સુધી બાળક ધાવણ પર હોય ત્યાં સુધી બાળકને આડ અસર થાય તેવા કોઈપણ પ્રકારના ભોજન કે નાસ્તાનું ત્યાગ કરે છે પોતાનું સંતાન સમજણું ન થાય ત્યાં સુધી માતા તેનું પૂર્ણ ધ્યાન રાખે છે.
પોતે ભીના માં આરામ કરશે અને બાળકને સુકા માં સુવાડી બાળકની સગવડ સાચવે છે અને કોઈ પણ સંતાન હોય તે તેની જિંદગીનો પહેલો શબ્દ “માં” જ બોલશે માતા પોતાના બાળક માટે ખૂંખાર અને માનવ ભક્ષી પ્રાણીઓ સામે રણચંડી બનીને બાળકને બચાવ્યા ના અનેક પ્રસંગો પ્રિન્ટ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જોયા છે ભગવાનને ખબર હતી કે વિશ્વમાં બધાનું ધ્યાન હું નહિ રાખી શકું માટે માતાના સ્વરૂપમાં ભગવાન જાતે પોતાનું સ્થાન આપ્યું છે
* ભારત ની દરેક માતા ને હ્રદય પૂર્વક સન્માન અર્પણ કરીયે છે
* બાળક ચાહે અપંગ હોય અર્ધ વિકશીત હોય છતાં પણ માતા તેને તરછોડતી નથી