Panchmahal

જાંબુડીમાં પાણી ના પોકારો નાહ્યા વગર ચલાવી લઇશું પણ પીવાનું પાણી તો આપો

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)

હાલોલ ના જાંબુડી વિસ્તારમાં અપૂરતું પાણી પહોંચતા જાંબુડી પંથકની બહેનો દ્વારા હાલોલ પાલિકામાં માટલાઓ સાથે સરઘસ આકારે જઈ રજૂઆતો કરવામાં આવી હતી છેલ્લા બે મહિનાથી કાળ જાળ ગરમીમાં પૂરતું પાણી ન મળતા પૂજાપાર્ક સોસાયટીમાં રહેતા લગભગ 70 ઘરોના રહીશો દ્વારા પાણીનો પોકાર કરતા અને દેખાવો કરવા માટે ની તૈયારી સાથે આજે નગરપાલિકા હાલોલ ની ઓફિસે પહોંચી માટલા ફોડવાની તૈયારી કરી હતી પરંતુ પાલિકાના વહીવટદાર દ્વારા હૈયાધારના આપવામાં આવી હતી કે માત્ર બે દિવસમાં તમારા પાણીના પ્રશ્નનો ઉકેલ લાવી દઈશું.

Advertisement

અને આ બે દિવસ દરમિયાન જાંબુડીના રહેશો માટે ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવશે આ હૈયાધાર ના બાદ બહેનો દ્વારા પોતે પરત ફર્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે જો બે દિવસમાં પાણીના પ્રશ્નો નો નિકાલ નહીં થાયતો બે દિવસ બાદ ફરી અમો પૂર્ણ તૈયારી સાથે પાલીકા ખાતે સરઘસ આકારે સૂત્રો પોકારતા પોકારતા આવીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તે માટેની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે.

 

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version