Gujarat
જામનગરમાં ગાયે વધુ એક મહિલાને શિંગડે ચડાવી લોહીલુહાણ કરી નાંખી

જામનગર શહેરમાં રખડતા ઢોરે વધુ એક મહિલાને હરફેટ લીધાની ઘટના સામે આવી છે. એક મહિલા બાળકને લઇને ટ્યુશનમાં મુકવા જતી હતી. ત્યારે એકાએક દોડીને આવેલી ગાયે મહિલાને શિંગડે ચડાવી હતી. ત્યારે અન્ય મહિલાઓ જે વિસ્તારમાં રહેતા હતા તેને બાળકીને બચાવી લીધી હતી અને મહિલાને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના થોડી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
જામનગર શહેરમાં 46 દિગ્વિજય પ્લોટમાં સુભાષ પરા શેરી નંબર એકમાં રહેતા વિજયાબેન ચિરાગભાઈ શેઠીયા તે સોમવારના સાંજે ડિગ્રી પ્લોટ શેરી નંબર 51-52 ખડપીઠ પાસે નીકળ્યા અને પોતાના બાળકને ટ્યુશન ક્લાસમાં મુકવા જતા હતા. ત્યારે વિસ્તારમાં રખડતા ઢોરે અત્યંત કુર રીતે હુમલો કરી વિજયાબેન ને ખુદી નાખતા લોહી લુહાણ થઈ ગયા હતા અને ગંભીર રીતે ગવાયા હતા ત્યારે તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુ ગંભીર હાલત હોવાથી તેમને અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
- જામનગરમાં ગાયે વધુ એક મહિલાને શિંગડે ચડાવી
- સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ
- ગંભીર હાલતને લઇને અમદાવાદ રિફર કરવામાં આવ્યા